For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 બાળવીરોને મળ્યા પીએમ મોદી, 6 વર્ષની ઈહાએ પીએમને આપી સ્પેશિયલ ગિફ્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019ના વિજેતાઓ સાથે વાતચીત કરી અને તેમના ઉલ્લેખનીય કાર્યોની પ્રશંસા કરીને બધા બાળકોને અભિનંદન પાઠવ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019ના વિજેતાઓ સાથે વાતચીત કરી અને તેમના ઉલ્લેખનીય કાર્યોની પ્રશંસા કરીને બધા બાળકોને અભિનંદન પાઠવ્યા. 22 જાન્યુઆરી 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' થી 26 બાળવીરોને સમ્માનિત કર્યા હતા. રાષ્ટ્રીય બાળ પુરસ્કારા વિજેતાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમિયાન વિસ્તારથી પોતાની વિશેષ ઉપલબ્ધિઓ વિશે જણાવ્યુ અને પોતાની આકાંક્ષાઓ તેમની સાથે શેર કરી.

આ પુરસ્કાર બીજા માટે પ્રેરણાદાયી

આ પુરસ્કાર બીજા માટે પ્રેરણાદાયી

સમ્માનિત કરાયેલ બધા બાળકોને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આ પુરસ્કારોથી પ્રતિભાશાળી બાળકોને જાણવાનો અવસર મળે છે અને આ પુરસ્કાર બીજા માટે પ્રેરણાનું કામ કરે છે. તેમણે મેધાવી અને પ્રતિભાશાળી બાળકોને કહ્યુ કે તે પ્રકૃતિ સાથે જોડાયેલા રહે. બાળકોએ પ્રધાનમંત્રીનો ઑટોગ્રાફ પણ લીધો. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ પુરસ્કારના બે વર્ગ છે. પહેલો વર્ગ બાળ શક્તિ પુરસ્કાર વ્યક્તિગત રૂપે આપવામાં આવે છે અને બીજો વર્ગનો બાળ કલ્યાણ પુરસ્કાર એ સંસ્થાઓ/વ્યક્તિઓને આપવામાં આવે છે જે બાળકો માટે કામ કરતા હોય.

દર સન્ડે 10 છોડ રોપવાનું કામ

દર સન્ડે 10 છોડ રોપવાનું કામ

પ્રધાનમંત્રી બધા બાળકોને મળ્યા અને એક એક કરીને બધાને તેમના કાર્ય અને ઉપલબ્ધિ માટે અભિનંદન પાઠવીને પ્રશંસા કરી. તેમણે મેધાવી અને પ્રતિભાશાળી બાળકોને કહ્યુ કે તે પ્રકૃતિ સાથે હંમેશા જોડાયેલા રહે. આ દરમિયાન પીએમ મોદીએ સૌથી નાની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી ઈહા દીક્ષિતને લગભગ 10 મિનિટ સુધી મળ્યા અને તેના પર ખૂબ પ્રેમ લૂટાવ્યો. 6 વર્ષની ઈહા દર સન્ડે 10 છોડ રોપવાનું કામ કરે છે. ઈહાને જોઈને પીએમ ઘણા ખુશ થયા અને તેમણે તેને કહ્યુ કે તે ભવિષ્યમાં જરૂર કંઈ મોટુ કામ કરશે.

અત્યાર સુધી 1008 છોડ વાવી ચૂકી છે

અત્યાર સુધી 1008 છોડ વાવી ચૂકી છે

મેરઠથી ઈહા પ્રધાનમંત્રીને ગિફ્ટમાં આપવા માટે ખાસ ભેટ લઈને આવી હતી. ઈહાએ પીએમને એક છોડ ભેટમાં આપ્યો. ઈહા 6 વર્ષની ઉંમરમાં અત્યાર સુધી 1008 છોડ વાવી ચૂકી છે. પીએમ મોદીએ ઈહા દીક્ષિતનો ફોટો શેર કરતા લખ્યુ કે, ‘સાત લોકકલ્યાણ માર્ગ પર પોતાની યુવા દોસ્ત ઈહા દીક્ષિત સાથે. તે બાળશક્તિ પુરસ્કાર મેળવનાર વિજેતાઓમાં સૌથી યુવા છે.'

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધી પર બિહારના મંત્રીનું વિવાદિત નિવેદનઃ સુંદર ચહેરા પર મત નથી મળતાઆ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધી પર બિહારના મંત્રીનું વિવાદિત નિવેદનઃ સુંદર ચહેરા પર મત નથી મળતા

English summary
PM narendra modi interacts with winners of Rashtriya Bal Puraskar 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X