For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ કર્યુ ઉદઘાટન, ધુબરી-ફૂલબારી પુલની આધારશિલા મૂકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ ઉદઘાટન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi launch 'Mahabahu-Brahmaputra: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ ઉદઘાટન કર્યુ છે. આ સાથે જ પીએમ મોદીએ આજે ગુરુવારે(18 ફેબ્રુઆરી)એ ધુબરી-ફૂલબારી પુલની આધારશિલા મૂકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યુ કે બ્રહ્મપુત્ર પર કનેક્ટિવિટી સાથે જોડાયેલ જેટલા પણ કામ પહેલા થવા જોઈતા હતા એટલા પહેલા થયા નથી. આના કારણે અસમ અને નૉર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી એક પડકાર બની રહ્યો. પરંતુ હવે 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'ના આશીર્વાદથી હવે આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યુ છે.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે ગયા વર્ષોમાં કેન્દ્ર અને અસમની ડબલ એન્જિન સરકારે આ આખા ક્ષેત્રની ભૌગોલિક અને સાંસ્કૃતિક બંને પ્રકારનુ અંતર ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે અસમ સહિત આખા નૉર્થ ઈસ્ટની ફિઝીકલ અને કલ્ચરલ ઈંટીગ્રિટીને ગયા વર્ષોમાં સશક્ત કરવામાં આવી છે. આજનો દિવસ અસમ સહિત આખા નૉર્થ માટે આ વ્યાપક વિઝનને વિસ્તાર આપનાર છે. પ્રધાનમંત્રી કાર્યલય(પીએમઓ) અનુસાર આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના પૂર્વ ભાગોમાં નિર્બાધ કનેક્ટીવિટી પૂરી પાડવાનો છે અને આમાં બ્રહ્મપુત્ર અને બરાક નદીની આસપાસ રહેતા લોકો માટે વિવિધ વિકાસ ગતિવિધિઓ શામેલ છે. આ ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ અભિયાન હેઠળ કરવામાં આવશે.

ઘૂબરી ફૂલબાડી પુલ એનએચ-127બી પર સ્થિત હશે, જે એનએચ-27 (પૂર્વ-પશ્ચિમ ગલિયારા)માં શ્રીરામપુરથી નીકળીને મેઘાલયમાં એનએચ-106 પર નોંગસ્ટોઈન સુધી જશે. આ અસમમાં ધૂબરીને મેઘાલયના ફૂલબાડી સાથે જોડશે અને તુરા, રોંગ્રામ અને રોંગજેંગને જોડશે. ધૂબરી ફુલબાજી પુલને બનાવવામાં લગભગ 4,997 કરોડ રૂપિયા લાગ્યા છે. આની માંગ અસમ અને મેઘાલયમાં લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. આ પહેલા અસમ અને મેઘાલયના લોકો નદીના બે કિનારા વચ્ચે મુસાફરી કરવા માટે માત્ર નૌકા સેવાઓ પર નિર્ભર હતા. આ પુલની લંબાઈ 19 કિલોમીટર છે.

કોવિડ-19 મેનેજમેન્ટ પર એક કાર્યશાળાને સંબોધિત કરશે પીએમ મોદીકોવિડ-19 મેનેજમેન્ટ પર એક કાર્યશાળાને સંબોધિત કરશે પીએમ મોદી

English summary
PM Narendra Modi launch Mahabahu-Brahmaputra foundation stone in Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X