For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ લૉન્ચ કરી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વેબસાઈટ, વિરોધીઓ પર સાધ્યુ નિશાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની રાજધાની દિલ્લીમાં ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નવી વેબસાઈટને લૉન્ચ કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની રાજધાની દિલ્લીમાં ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નવી વેબસાઈટને લૉન્ચ કરી. આ સાથે જ કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં સંરક્ષણ કાર્યાલયના પરિસરોનુ ઉદ્ઘાટન કર્યુ. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વેબસાઈટ લૉન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યુ કે નવા સંસદ ભવનનુ નિર્માણ સમય સીમામાં પૂરુ કરવામાં આવશે.

modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધિત કરીને કહ્યુ કે આજે જ્યારે ઈઝ ઑફ લિવિંગ અને ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ પર ફોકસ કરી રહ્યા છે તો આમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ મોટી ભૂમિકા છે. સેન્ટ્રલ વિસ્ટા સાથે જોડાયેલા કામ આજે થઈ રહ્યા છે તેના મૂળમાં આ જ ભાવના છે.

પીએમ મોદીએ કહ્યુ કે જે લોકો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પાછળ પડ્યા હતા, તે લોકો સંરક્ષણ મંત્રાલય પર સરળતાથી ચૂપ થઈ જશે કે જે સેન્ટ્રલ વિસ્ટાનો પણ એક હિસ્સો છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ, 'જે લોકો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પાછળ ડંડા લઈને પડ્યા હતા, તે ઘણી ચાલાકીથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો આ પણ એક હિસ્સો છે, 7000થી વધુ સેનાના ઑફિસર જ્યાં કામ કરે છે, તે વ્યવસ્થા વિકસિત થઈ રહ્યુ છે તેના પર બિલકુલ ચૂપ રહેતા હતા.'

જાણો શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ ભવન અને નવા આવાસીય પરિસરનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે જેમાં પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના આવાસ ઉપરાંત ઘણા નવા કાર્યાલય ભવન અને મંત્રાલયોના કાર્યાલયો માટે સચિવાલયનુ નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ઘોષણા સપ્ટેમ્બર, 2019માં કરવામાં આવી હતી ત્યારબાદ 10 ડિસેમ્બર, 2020ના રોજ પીએમ મોદીએ તેની આધારશિલા મૂકી હતી. આ પ્રોજેક્ટ હેઠળ ગુરુવારે સૌથી પહેલા સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય કૉમ્પ્લેક્સને તૈયાર કરવામાં આવ્યુ છે.

English summary
PM Narendra Modi launches Central Vista project website
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X