For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ ભૂટાન ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi1
નવી દિલ્હી, 15 જૂન: આજથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર છે. જેના હેઠળ તેમનો પ્રથમ પડાવ ભૂટાન છે. નરેન્દ્ર મોદી બે દિવસ મહેનાગતિ માણશે. ભૂટાન રવાના થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે '' બંનેના હિત અને ઉન્નતિ સાથે બંધાયેલ ભારત અને ભૂટાન વચ્ચે વિશેષ તથા અદભૂત સંબંધ છે, જો કે ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ સાથે જોડાયેલ છે. એટલા માટે ભૂટાન વડાપ્રધાનમંરીના રૂપમાં મારી પ્રથમ વિદેશ યાત્રા માટે સ્વાભાવિક પસંદ છે. ભૂટાન સાથે સંબંધ મારી સરકારની વિદેશ નીતિની પ્રાથમિકતા હશે.''

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વિકાસ તથા સહયોગાત્મક કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ભૂટાન સરકારની સાથે સમીક્ષા કરશે. હું ભૂટાનની પ્રથમ યાત્રા અને ભૂટાન સાથે ભાર્તના વિશેષ સંબંધને પ્રોત્સાહન આપવા અને વિકસિત કરવાની દિશામાં જોઇ રહ્યો છું. ''તેમણે કહ્યું, ''મારા પ્રથમ પ્રવાસ પર, મારી પાસે ભૂટાનના રાજા, ચોથા રાજા અને વડાપ્રધાનમંત્રી સાથે અમારા દ્રિપક્ષીય સંબંધો પર વિસ્તૃત ચર્ચા કરવાના અવસર હશે.''

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાનના રાજા વિશેષ રીતે આમંત્રિત હતા, તેમણે ત્યારે પોતાના દેશ આવવાનું આમંત્રણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ ત્યારે તેમના સવિનય નિવેદનને સ્વિકાર કરી લીધું હતું. નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા જનતાના સપના જોડાયેલા છે, આશાની લાઇન લાગેલી છે, જોઇએ નરેન્દ્ર મોદીની આ વિદેશ યાત્રા દેશ અને દેશની જનતા માટે કેટલી ફાયદાકારક નિવડે છે?

English summary
Prime Minister Narendra Modi Sunday left for Bhutan on a two-day visit, his maiden visit abroad after taking over office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X