કેમ ખાસ છે તિરુવલ્લૂવરની પ્રતિમા, જયાંથી થોડી દૂર જ પીએમ મોદીએ શરુ કર્યુ ધ્યાન
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલ પાસે ધ્યાન કરશે.
આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગભગ 2000 પોલીસકર્મીઓ અને સુરક્ષા એજન્સીઓ સ્થળ પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદી આજે સાંજથી 1 જૂન સુધી અહીં ધ્યાન શરુ કર્યુ. પીએમના બે દિવસના ધ્યાનને જોતા અહીં કોઈને પણ બીચ પર જવા દેવામાં આવશે નહીં. ગુરુવાર અને શનિવારે બીચ પ્રવાસીઓ માટે બંધ રહેશે. અહીં કોઈ ખાનગી બોટને મંજૂરી આપવામાં આવશે નહીં. પીએમ મોદીનું હેલિકોપ્ટર અહીં પહોંચશે, જેની ટ્રાયલ થઈ ચૂકી છે.
પીએમ મોદી MI-17 હેલિકોપ્ટર દ્વારા કન્યાકુમારી જશે અને લગભગ 4.35 વાગ્યે અહીં પહોંચ્યા બાદ તેઓ સૂર્યાસ્ત જોશે અને પછી ધ્યાન પર બેસશે. તેઓ 1 જૂને બપોરે 3.30 વાગ્યે કન્યાકુમારીથી પરત ફરશે. એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે પીએમ મોદીએ ધ્યાન માટે કન્યાકુમારીના વિવેકાનંદ રૉકને કેમ પસંદ કર્યો. એવું માનવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદે પણ અહીં દિવ્ય દર્શન કર્યા હતા.
પીએમ મોદી જે શિલા પર ધ્યાન કરશે તેની વિવેકાનંદજીના જીવનમાં ઊંડી અસર છે. આ સ્થળ સારનાથ જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ દેશભરની યાત્રા કરીને અહીં પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી અહીં ધ્યાન કર્યું, ત્યાર બાદ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું.
પીએમ મોદી જ્યાં ધ્યાન કરશે તેની નજીકમાં જ તિરુવલ્લુવરની પ્રતિમા પણ છે. તિરુવલ્લુવર એક મહાન તમિલ કવિ અને દાર્શનિક હતા, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. તિરુવલ્લુવરને તેમના મહાન સાહિત્યિક કાર્ય તિરુક્કુરલ માટે યાદ કરવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિની સરકારે આ પ્રતિમા અહીં સ્થાપિત કરાવી હતી.
તિરુવલ્લુવર પ્રતિમાનું નિર્માણ 1990માં શરૂ થયું હતું અને 2000માં પૂર્ણ થયું હતું. આ પ્રતિમાનું અનાવરણ 1 જાન્યુઆરી 2000ના રોજ સહસ્ત્રાબ્દીની શરૂઆત નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા 133 ફૂટની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવી છે, જે તિરુક્કુરલના 133 અધ્યાયનું પ્રતીક છે. તમિલનાડુમાં આ પ્રતિમાનું વિશેષ મહત્વ છે.
તમિલો તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સંરક્ષિત રાખવા માંગે છે, તેથી જ થિરુક્કુરલ તેમને ધર્મોથી આગળ એક વિશેષ ઓળખ આપે છે, આ પ્રતિમા તે સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ પ્રતિમા જ્ઞાનના પ્રતીક તરીકે કામ કરે છે.












Click it and Unblock the Notifications
