બીજેપી શાસિત રાજ્યોના સીએમ સાથે પીએમ મોદીનું મહામંથન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે મંગળવારે દિલ્હીમાં બેઠક કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે મંગળવારે દિલ્હીમાં બેઠક કરશે. મળતી માહિતી અનુસાર સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ચર્ચા થશે. આ બેઠકમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. જયારે એનડીએના બધા જ મુખ્યમંત્રીઓ આખો દિવસ ચાલનારી બેઠકમાં હાજર રહેશે.

modi sarkar

આ બેઠકમાં 2019 લોકસભા ઇલેક્શનની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોના 15 મુખ્યમંત્રી અને 4 ઉપ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે બધા જ રાજ્યોથી બ્લોક સ્તરે લાભાર્થીઓની લિસ્ટ મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. બીજેપી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 22 કરોડ લોકો સુધી સરકારની યોજના પહોંચાડવામાં આવી છે. હવે બીજેપી આવનારા ઇલેક્શનમાં સમર્થન માટે આ લોકો સુધી પહોંચવા માટે પ્લાન તૈયાર કરવામાં જોડાઈ ગયી છે.

આ પણ વાંચો: મહિલા સાંસદ પર ભડક્યા પીએમ મોદી, ફોન રેકોર્ડિંગ ડીલીટ કરાવી

બીજેપીના એક વરિષ્ઠ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પાર્ટીના 11 કરોડ કાર્યકર્તા છે અને જો સરકારી યોજનાઓના લાભાર્થીઓ ઘ્વારા વોટ વધારવામાં સફળ થાય છે તો ભાજપ 2014 લોકસભા કરતા પણ વધારે સીટો મેળવીને સત્તામાં આવશે. આ બધા જ મુદ્દા પર બધા જ રાજ્યોના સીએમ સાથે ભેગા મળીને ચર્ચા થશે. આ બેઠકમાં બધા જ સીએમ અને ડેપ્યુટી સીએમને રિપોર્ટ લાવવા માટે જણાવવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X