કોરોનાના નવા વેરિઅંટે વધારી ચિંતા, મોટા અધિકારીઓ સાથે પીએમ મોદીની મહત્વની બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોટા અધિકારીઓ સાથે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ અને રસીકરણને લઈને એક મહત્વની બેઠક કરી રહ્યા છે.

નવી દિલ્લીઃ દેશભરમાં ઘટી રહેલા કોરોના વાયરસના કેસો વચ્ચે દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિઅંટે એક વાર ફરીથી કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. કોરોના વાયરસના આ વેરિઅંટને લઈને વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે એક મહત્વની બેઠક કરી અને નવા વેરિઅંટને 'ઓમિક્રૉન' નામ આપ્યુ. આ સાથે જ વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસના આ નવા વેરિઅંટને વેરિઅંટ ઑફ કંસર્ન માન્યુ છે. ભારતમાં જો કે હજુ સુધી કોરોનાના નવા વેરિઅંટનો કોઈ કેસ મળ્યો નથી પરંતુ કેન્દ્ર સરકારે સાવચેતી તરીકે એલર્ટ જાહેર કરી દીધુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોટા અધિકારીઓ સાથે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ અને રસીકરણને લઈને એક મહત્વની બેઠક કરી રહ્યા છે.

narendra modi

પ્રધાનમંત્રી સાથ આ બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગોબા, પીએમ મોદીના પ્રધાન સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલ સહિત ઘણા મોટા અધિકારીઓ હાજર છે. માનવામાં આવી રહ્યુ છે કે બેઠકમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ અને દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનને લઈને પીએમ મોદી મહત્વના નિર્દેશ આપી શકે છે.આ બેઠકમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ અને દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનને લઈને ચર્ચા થશે. માનવામાં આવી રહ્યુ છે કે નવા વેરિઅંટ બાદ વધેલી ચિંતાને જોતા પીએમ મોદી દેશમાં રસીકરણને લઈને મહત્વના નિર્દેશ આપી શકે છે.

નવા વેરિઅંટને WHOએ આપ્યુ એમિક્રૉમ નામ

ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિશ્વ આરોગ્ય સંગઠનની ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઑન વાયરસ એવોલ્યુશનના નવા વેરિઅંટ B.1.1.529.ને લઈને બેઠક થઈ. બેઠક બાદ ટીમે કહ્યુ કે ડબ્લ્યુએચઓએ B.1.1.529. 'વેરિઅંટ ઑફ કંસર્ન જાહેર કરવુ જોઈએ.' WHOમાં કોવિડ-19ના ટેકનિકલ લીડ ડૉ. મારિયા વાન કેરખોવે કહ્યુ કે બેઠકમાં નામકરણ પ્રોટોકૉલને અનુરુપ આ નવા વેરિઅંટને 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યુ છે. આ એવુ જ છે જેમ પહેલા મળેલા વેરિઅંટને આલ્ફા અને ડેલ્ટા વેરિઅંટ નામ આપવામાં આવ્યા હતા.

કોરોનાના નવા દર્દી 10 હજારથી નીચે

તમને જણાવી દઈએ કે શનિવારે દેશમાં કોરોના વાયરસના કેસોમાં એક વાર ફરીથી ઘટાડો જોવા મળ્યો અને નવા દર્દીઓની સંખ્યા 10 હજારથી નીચે રેકૉર્ડ થઈ. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસના કુલ 8318 કેસ જોવા મળ્યા છે જ્યારે 465 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત 10967 દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પાછા આવ્યા છે. કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધ્યા બાદ દેશમાં હવે સક્રિય કેસ ઘટીને 1,07,019 બચ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X