કેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે
કેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે
નવી દિલ્હીઃ પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાની પેલી યાત્રા પર શનિવારે કેરળ પહોંચ્યા. પીએમ મોદી કેરળના ત્રિશૂર પહોંચ્યા છે અને અહીં પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં વિશેષ પૂજા કરી. પીએમ મોદીને મંદિરમાં 112 કિલો કમળના ફુલથી તોલવામાં આવ્યા જેને 'થુલાભરમ વિધિ' કહેવાય છે. ત્રિશૂરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા બાદ પીએમ મોદી ભાજપના કાર્યકર્તાને પણ સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં તેઓ મંદિરની પરિક્રમા કરતા જોવા મળી રહ્યા છે. ગુરુવાયૂર મંદિર બહુ જૂનું છે અને તેને મંદિરના ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણની મૂર્તિ છે. આ મંદિરમાં માત્ર હિંદૂ ધર્મના લોકોને જ પ્રવેશની મંજૂરી છે. આવો જાણીએ આ મંદિરની ખાસિયત વિશે...

આ મંદિરને દક્ષિણ ભારતનું દ્વારકા કહેવાય છે
કેરળના આ મંદિરને દક્ષિણ ભારતનું દ્વારકા કહેવાય છે. આ મંદિરમાં ભગવાન ગુરવાયુરુપ્પનની પૂજા થાય છે જેમને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. આ મંદિરને શ્રીકૃષ્ણ મંદિર પણ કહેવાય ચે. ગુરુવાયૂર મંદિર દેશના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને આ મંદિરનો ઈતિહાસ 5000 વર્ષ જૂનો છે. જણાવવામાં આવે છે કે 1638માં મંદિરમાં કેટલાક ભાગોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.
|
મંદિરમાં રહેતા પુજારીને મેંસાતી કહેવાય છે
આ મંદિરમાં રહેતા પુજારીને મેંસાતી કહેવાય છે જેઓ 24 કલાક ભગવાનની સેવામાં લીન રહેતા હોય છે. આ મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ડ્રેસ કોડ પણ છે. અહીં આવતા શ્રદ્ધાળુઓએ મુંડુ નામનો પોશાક પહેરવાનો હોય છે જ્યારે બાળકો માટે વેષ્ટી પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ માત્ર સૂટ-સલવાર અથવા સાડીમાં જ એન્ટ્રી લઈ શકે છે. ખાસ વાત એ છે કે આ મંદિરમાં માત્ર હિંદુ ધર્મના લોકોને જ પ્રવેશની મંજૂરી છે. અન્ય ધર્મના કોઈ વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

માત્ર હિંદુઓને પ્રવેશની મંજૂરી
ગુરુવાયૂર મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ અહીંના પ્રમુખ આકર્ષણોમાની એક છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન કૃષ્ણની મૂર્તિના ચાર હાથ છે. ભગવાનના એક હથમાં શંખ અને બીજામાં સુદર્શન ચક્ર છે જ્યારે ભગવાને ત્રીજા અને ચોથામાં કમળ ધારણ કરી રાખ્યું છે. આ મંદિરમાં ભગવાનના દર્શન બાદ શ્રદ્ધાળુઓને અનાકોટ્ટા નામની જગ્યાએ જવાનું હોય છે.

મંદિરનો ઈતિહાસ 5000 વર્ષ જૂનો
આ જગ્યા આથિઓ માટે ભારે લોકપ્રિય છે. આ મંદિર સાથે જોડાયેલ હાથિઓને અહીં 10 એકર જગ્યામાં રાખવામાં આવે 80 જેટલા હાથીઓને રહેવાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમને જોતા સામાન્ય લોકો માટે શનિવારે 9થી 11 વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી ભાજપ તરફથી આયોજિત અભિનવ સભાને સંબોધિત કરશે.












Click it and Unblock the Notifications
