For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માટે ભાજપ લઈને આવ્યુ નવુ સૂત્ર, ‘સાફ નિયત- સહી વિકાસ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાની સરકાર માટે એક નવુ સૂત્ર ‘સાફ નિયત- સહી વિકાસ' આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાની સરકાર માટે એક નવુ સૂત્ર 'સાફ નિયત- સહી વિકાસ' આપ્યુ છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી આવાસ (ગ્રામીણ) યોજના હેઠળ મહિલાઓને 1 લાખથી વધુ ઘરો આપ્યા અને કહ્યુ કે આ તેમના માટે રક્ષાબંધનની ભેટ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014 માં થયેલ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર અને ભાજપે 'સબકા સાથ, સબકા વિકાસ' નું સૂત્ર આપ્યુ હતુ.

દરેક નાગરિકને ઘર અપાવવાનો સરકાર કરી રહી છે સતત પ્રયાસ

દરેક નાગરિકને ઘર અપાવવાનો સરકાર કરી રહી છે સતત પ્રયાસ

પ્રધાનમંત્રીએ કહ્યુ, ‘આ મારુ સપનુ છે કે 2022 સુધી દેશના દરેક નાગરિક પાસે તેમના સપનાનું ઘર હોય, અમે આ દિશામાં સતત પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની ભાષણમાં પીએમ મોદીએ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે દિલ્હીથી જે પૈસા મોકલવામાં આવતા હતા તેનો માત્ર એક અંશ જ જનતા સુધી પહોંચે છે. પરંતુ હવે અમે દિલ્હીથી 1 રૂપિયો મોકલીએ છીએ તો 100 પૈસા જનતા સુધી પહોંચે છે.'

આ પણ વાંચોઃઉન્નાવ ગેંગરેપઃ મુખ્ય સાક્ષીના શબને કબરમાંથી કાઢી કરાશે પોસ્ટમોર્ટમઆ પણ વાંચોઃઉન્નાવ ગેંગરેપઃ મુખ્ય સાક્ષીના શબને કબરમાંથી કાઢી કરાશે પોસ્ટમોર્ટમ

શરૂ થઈ એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના

શરૂ થઈ એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના

પીએમ મોદીએ ગુજરાતના ધરમપુર જિલ્લા અને કપરાડા તાલુકાના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ગામોના લાભ માટે એક એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનો પાયો નાખ્યો છે જેની કિંમત 586 કરોડ રૂપિયા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે ભૂતકાળમાં દેશમાં ઘણા આદિવાસી મુખ્યમંત્રી એવુ કરતા હતા પરંતુ આ અમારી સરકાર છે જે જનજાતિ ક્ષેત્રોમાં બધા લોકો સુધી પાણી પહોંચાડવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃIPL ભ્રષ્ટાચારની તપાસ કરનાર અધિકારીનો દાવો, રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધઆ પણ વાંચોઃIPL ભ્રષ્ટાચારની તપાસ કરનાર અધિકારીનો દાવો, રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધ

‘સાફ નિયત, સહી વિકાસ' ની પ્રતિબદ્ધતા પર આગળ વધી રહી છે સરકારઃ પીએમ

‘સાફ નિયત, સહી વિકાસ' ની પ્રતિબદ્ધતા પર આગળ વધી રહી છે સરકારઃ પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, અમારી સરકાર ‘સાફ નિયત, સહી વિકાસ' ની પ્રતિબદ્ધતા પર આગળ વધી રહી છે અને આ જ કારણ છે કે જો કોઈએ તમારી સાથે છેતરપિંડી કરી છે તો હું તમને બધાની ઉપસ્થિતિમાં આ પૂછી શકુ છુ. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ, ‘મને આજે રાજ્યભરમાં મહિલાઓ સાથે વાત કરવાની તક મળી જેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના ઘરો મેળવ્યા છે. ગુજરાતની મારી બહેનો માટે આ રક્ષાબંધનની ભેટ છે.'
પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના જનજાતિ વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રમાં એક સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે મહિલાઓના ઈ ગૃહ પ્રવેશની વાત કરી. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ 1,727 કરોડ રૂપિયાની કિંમતથી 1.15 લાખ આવાસ એકમો બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 26 જિલ્લાની મહિલાઓ સાથે વાત કરી જે આ ઘરોના લાભાર્થી છે.

આ પણ વાંચોઃકેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુઆ પણ વાંચોઃકેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુ

English summary
PM Narendra Modi set rolling a new Slogan for 2019 election Saaf Niyat, Sahi Vikas on Thursday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X