For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારનું 2022 સુધી બધાને પોતાનું ઘર આપવાનું લક્ષ્યઃ શિરડીમાં બોલ્યા પીએમ મોદી

સરકારે 2022 સુધી દેશના દરેક બેઘર ગરીબ પરિવારને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખ્યુ છે

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના શિરડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે સરકારે દરેક વર્ગના લોકોને ગયા ચાર વર્ષોથી ઝુગ્ગીથી, ભાડાના મકાનમાંથી નીકળી પોતાનું ઘર આપવાના ગંભીર પ્રયત્નો કર્યા છે. સરકારે 2022 સુધી દેશના દરેક બેઘર ગરીબ પરિવારને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખ્યુ છે અને લગભગ અડધો રસ્તો પાર કરી લીધો છે. મોદીએ કહ્યુ, 'મને ખુશી છે કે દશેરાના આ પવિત્ર અવસર પર મને મહારાષ્ટ્રના અઢી લાખ બહેનો-ભાઈઓને પોતાનું ઘર સોંપવાનો અવસર મળ્યો છે. મારા તે ભાઈ બહેન જેમના માટે પોતાનું ઘર હંમેશાથી એક સપનુ રહ્યુ છે. ' શિરડીમાં મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનોની ચાવી સોંપ્યા બાદ જનસભાને સંબોધિત કરતા મોદીએ આ વાત કરી.

આ પણ વાંચોઃ રાફેલ: પત્રકારો અને મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ કરશેઆ પણ વાંચોઃ રાફેલ: પત્રકારો અને મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ કરશે

પહેલા કામ ઓછુ અને એક પરિવારના નામનો પ્રચાર વધુ થતો હતોઃ મોદી

પહેલા કામ ઓછુ અને એક પરિવારના નામનો પ્રચાર વધુ થતો હતોઃ મોદી

મોદીએ અહીં કહ્યુ, ‘કોશિશો પહેલા પણ થઈ છે પરંતુ દૂર્ભાગ્યથી તેમનું લક્ષ્ય ગરીબોને ઘર આપીને સશક્ત કરવાના બદલે એક વિશેષ પરિવારના નામે પ્રચાર કરવાનું વધુ રહ્યુ છે. ઘર સારુ હોય, તેમાં શૌચાલય હોય, વિજળી હોય, પાણી હોય, ગેસનું કનેક્શન હોય તેના પર પહેલા ઓછુ ધ્યાન આપવામાં આવ્યુ. ગઈ સરકારે ચાર વર્ષમાં કુલ 25 લાખ ઘર બનાવ્યા હતા જ્યારે અમે ચાર વર્ષમાં 1 કરોડ 25 લાખ ઘર બનાવ્યા છે.'

પાણીના સંકટમાંથી બહાર આવવાનું કામ થઈ રહ્યુ છે

પાણીના સંકટમાંથી બહાર આવવાનું કામ થઈ રહ્યુ છે

પીએમ મોદીએ કહ્યુ કે પાણીના સંકટના દેશના ખેડૂતોને બહાર કાઢવા માટે સરકાર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વર્ષોથી અટકેલી પરિયોજનાઓને પૂરુ કરવાનું કામ કરી રહી છે. જે હેઠળ મહારાષ્ટ્રમાં પણ અનેક મોટી પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યુ છે.

સાઈબાબાના મંદિર પહોંચ્યા

સાઈબાબાના મંદિર પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે શિરડી પહોંચ્યા છે. શિરડીના સાઈબાબાના શતાબ્દી વર્ષ સમારંભના સમાપનના અવસર પર મોદી અહીં પહોંચ્યા છે. કહેવાય છે કે દશેરાના દિવસે સાંઈએ સમાધિ લીધી હતી જેને 100 વર્ષ થઈ ગયા છે. પીએમ મોદી શુક્રવારે સવારે સાંઈબાબાના મંદિરમાં પહોંચ્યા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર રહ્યા.

આ પણ વાંચોઃ યુપીના આ શહેરમાં થાય છે રાવણની પૂજા, જાણો તેનો ઈતિહાસઆ પણ વાંચોઃ યુપીના આ શહેરમાં થાય છે રાવણની પૂજા, જાણો તેનો ઈતિહાસ

English summary
pm narendra modi in Shirdi Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X