PM મોદીએ પુતિન સાથે ફરીથી કરી વાત, ભારતીય છાત્રોને યુક્રેનથી સુરક્ષિત કાઢવા પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાતે એક વાર ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી.

નવી દિલ્લીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાતે એક વાર ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. માહિતી મુજબ પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન સાથે બીજી વાત વાત કરી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ 24 ફેબ્રુઆરીએ પુતિન સાથે વાતચીતમાં હિંસાને તત્કાલ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.

PM

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. બંનેએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી અને ખાસ કરીને ખાર્કિવ પર ચર્ચા કરવામાં આવી જ્યાં ભારતીય છાત્રો ફસાયેલા છે. તેમણે સંઘર્ષ ક્ષેત્રોમાંથી ભારતીયોની સુરક્ષિત વાપસી પર ચર્ચા કરી. આ પહેલા પીએમ મોદીએ રશિયા-યુક્રેન સંકટ પર પાંચમી હાઈ લેવલ મીટિંગની પણ અધ્યક્ષતા કરી.

પાંચમી હાઈ લેવલ મીટિંગમાં એનએસએ અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપરાંત ઘણા મોટા અધિકારીઓ હાજર રહ્યા. વળી, રશિયા તરફથી યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને વહેલી તકે ખારકીવ છોડવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ સાધન ના મળે તો ત્યાંથી પગપાળા જ નીકળી જાવ.

વળી, વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે પહેલી ચર્ચા બાદ યુક્રેનની સીમાથી લગભગ 17,000 ભારતીયો નીકળી ગયા છે. તેમણે એ પણ જણાવ્યુ કે ભારતીયોને દેશમાં પાછા લાવવાને લઈને ચલાવવામાં આવી રહેલ ઑપરેશન ગંગા અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ ભારત પહોંચી ચૂકી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યુ કે યુક્રેનથી નિકાસી અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ 15 ફ્લાઈટ ભારત આવી ચૂકી છે. તેમણે જણાવ્યુ કે આવતા 24 કલાકમાં 15 ફ્લાઈટ નિર્ધારિત કરવામાં આવી છે જેમાંથી અમુક રસ્તામાં છે. આ અભિયાનમાં ભારતીય વાયુસેનાને પણ લગાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X