PM મોદી આજે કરશે 296 કિમી લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનુ ઉદઘાટન, જાણો મહત્વની વાતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના ઉરઈ તાલુકામાં કેથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનુ ઉદ્ઘાટન કરશે.

નવી દિલ્લીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવાર, 16 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને જાલૌન જિલ્લાના ઉરઈ તાલુકામાં કેથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનુ ઉદ્ઘાટન કરશે. આ 296 કિલોમીટર લાંબો ફોર-લેન એક્સપ્રેસવે છે જે લગભગ 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વેનુ કામ 28 મહિનામાં પૂરુ કરી લેવામાં આવ્યુ છે.

pm modi

નિવેદન મુજબ PM મોદી લગભગ 11:30 વાગ્યે બુંદેલખંડ એક્સપ્રેસ વેનુ ઉદ્ઘાટન કરશે. PM મોદીએ 29 ફેબ્રુઆરી, 2020ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ વેના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.પીએમઓએ કહ્યુ કે બુંદેલખંડ એક્સપ્રેસ વે આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે આર્થિક વિકાસને વેગ આપશે. પીએમઓના જણાવ્યા મુજબ એક્સપ્રેસ વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ થઈ ગયુ છે.

296 કિલોમીટર લાંબો બુંદેલખંડ એક્સપ્રેસવે સાત જિલ્લાઓમાંથી પસાર થતો હોવાથી સાત જિલ્લાઓને ફાયદો થશે. તે ચિત્રકૂટ જિલ્લાના ભરતકુપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ સુધી વિસ્તરે છે. જ્યાં તે આગ્રા-લખનઉ એક્સપ્રેસવે સાથે મળે છે. તે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા જેવા જિલ્લાઓમાંથી પસાર થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X