For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ નરેન્દ્ર મોદી આજે RAISE 2020 વર્ચ્યુઅલ સમિતીને સંબોધશે

આ સમિટમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં Academiaના 38700 સ્ટેકહોલ્ડર્સ, રિસર્ચ ઈન્ડસ્ટ્રી અને 125 દેશના પ્રતિનિધિઓએ રજિસ્ટર કર્યું છે.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (Artificial Intelligence) પર પાંચ દિવસીય ગ્લોબલ વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈન્ડસ્ટ્રી અને એકેડમિયાની પાર્ટનરશિપ સાથે સરકાર દ્વારા RAISE 2020 (Responsible AI for Social Empowerment)નુ્ં આયોજન કરવામાં આવી રહ્યું છે. તે આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રના પરિવર્તન માટે લક્ષ્ય રાખશે.

Raise 2020

પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું કે, "અમે માનીએ છીએ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જીવન પરિવર્તન કરવામાં મદદ કરી શકે છે. ભારત આરોગ્ય સવલતો, ફાઈનાન્સ, શિક્ષણ, ખેતીવાડી અને સામાજિક સશક્તિકરણ માટે AI આધારિત વિકલ્પો તલાશી રહ્યું છે. જેના ડેટા અને નવીનતાની શક્તિના બળ પર ભારત વિશ્વની AI લેબોરેટરી બની શકે છે, આ વિકલ્પથી સામાજિક સમસ્યાઓ પણ ઉકેલાઈ શકાય છે."

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રવિ શંકર પ્રસાદ, નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઑફિસર અમિતાભ કાંત, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને IBMના સીઈઓ અરવિંદ ક્રિષ્ના સાથે પીએમ નરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે.

આ પણ વાંચો- આજે 42મી GST કાઉન્સિલની બેઠક મળશે, નીતિન પટેલ પણ હાજર રહેશે

આ સમિટમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં Academiaના 38700 સ્ટેકહોલ્ડર્સ, રિસર્ચ ઈન્ડસ્ટ્રી અને 125 દેશના પ્રતિનિધિઓએ રજિસ્ટર કર્યું છે.

આ પાંચ દિવસીય સમિટ દરમ્યાન વીપ્રો લિમિટેડના ચેરમેન રિશાદ પ્રેમજી, માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ બ્રાડ સ્મિથ, કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર જે સત્યનારાયણ સહિતના મહાનુભાવો આ પાંચ દિવસીય સમિટ દરમ્યાન સંબોધન આપશે.

English summary
PM Narendra modi to inaugurate global summit of Responsible AI for Social Empowerment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X