For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુર-ત્રિપુરાને પીએમ મોદી આપશે 4800 કરોડની ભેટ, 22 પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુર અને ત્રિપુરાને ઘણી ભેટ આપશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુર અને ત્રિપુરાને ઘણી ભેટ આપશે. પ્રધાનમંત્રી 22 વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ કુલ 4800 કરોડ રૂપિયાની કિંમતના છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ અંગે માહિતી આપીને કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદી ઈમ્ફાલમાં આ તમામ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ સાથે જ પીએ મોદી અગરતલાના મહારાજ બીર બિક્રમ એરપોર્ટમાં ન્યૂ ઈંટેગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનુ પણ ઉદઘાટન કરશે.

pm modi

PM મોદી મણિપુરમાં 13 પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે કે જે કુલ 1850 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જ્યારે 2950 કરોડ રૂપિયાની 9 પરિયોજનાઓનો પીએમ મોદી શિલાન્યાસ કરશે. સારી કનેક્ટિવિટી માટે પીએમ મોદી પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગોનો પણ પાયો મૂકશે કે જે 1700 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર થશે. વળી, વધુ સારી મોબાઈલ કનેક્ટિવિટી માટે પીએમ મોદી 1100 કરોડ રુપિયાની કિંમતે તૈયાર થયેલ 2387 મોબાઈલ ટાવરને પણ રાજ્યને સમર્પિત કરશે.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ શકે છે. એવામાં રાજ્યમાં રાજકીય હલચલ સતત વધી રહી છે. ગયા સપ્તાહે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ મણિપુરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન યુવા રેલીને સંબોધિત કરીને તેમણે કહ્યુ હતુ કે બીજા પક્ષો પાસે ના દશા હતી ના દ્રષ્ટિ. આ લોકો માત્ર પીએમ મોદીની ટીકા કરે છે પરંતુ અમારી સરકાર પાસે ભારતને આગળ લઈ જવાનુ જે વિઝન છે તે કોઈની પાસે નથી. ભાજપ બધાને સાથે લઈને ચાલે છે જ્યારે કોંગ્રેસ વંશવાદ અને પરિવારવાદ પર ચાલે છે.

English summary
PM Narendra Modi to lay foundation of 22 projects in MAnipur and Tripura.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X