આજે PM મોદી કરશે નવા સંસદ ભવનનો શિલાન્યાસ, જાણો આની સાથે જોડાયેલી ખાસ વાતો

પીએમ નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગે નવા સંસદ ભવનના નિર્માણની આધારશિલા મૂકશે.

નવી દિલ્લીઃ પીએમ નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગે નવા સંસદ ભવનના નિર્માણની આધારશિલા મૂકશે જેનુ સીધુ પ્રસારણ દૂરદર્શન અને લોકસભા ટીવી કરશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના સંદેશાને વાંચવામાં આવશે અને ત્યારબાદ પીએમ મોદી સભાને સંબોધિત કરશે અને તે બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનુ સંબોધન હશે. વળી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સ્વાગત ભાષણ વાંચશે જ્યારે આભાર વક્તવ્ય પ્રહલાદ જોશી આપશે. ભૂમિ પૂજન 1 વાગે શરૂ થસે અને ત્યારબાદ 1.30 વાગે સર્વધર્મ પ્રાર્થના થશે.

નવા સંસદ ભવનનો શિલાન્યાસ

નવા સંસદ ભવનનો શિલાન્યાસ

ઉલ્લેખનીય છે કે નવા ભવનનુ નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યુ છે જેનો કૉન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને આપવામાં આવ્યો છે જેના વિશે ઓમ બિરલાએ કહ્યુ હતુ કે 75માં સ્વતંત્રતા દિવસ સુધી નવુ સંસદ ભવન તૈયાર થઈ જશે.

પરંતુ નિર્માણ કાર્ય શરૂ નહિ થઈ શકે...

પરંતુ નિર્માણ કાર્ય શરૂ નહિ થઈ શકે...

પરંતુ શિલાન્યાસ બાદ પણ નિર્માણ કાર્ય શરૂ નહિ થઈ શકે કારણકે સુપ્રીમ કોર્ટે નવા સંસદ સહિત ઘણી સરકારી ઈમારતોવાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઈ પણે નિર્માણ પર હાલમાં રોક લગાવી દીધી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકારતી અરજીઓ પર 5 નવેમ્બરે કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

971 કરોડ રૂપિયાની કિંમતે બનશે નવી ઈમારત

971 કરોડ રૂપિયાની કિંમતે બનશે નવી ઈમારત

971 કરોડ રૂપિયાની કિંતે 64,500 વર્ગમીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. આ જૂના સંસદ ભવનની સરખામણીમાં 17,000 વર્ગમીટર મોટુ હશે. લોકસભા સભ્યો માટે 888 સીટો હશે અને રાજ્યસભા સભ્યો માટે 326થી વધુ સીટો હશે. લોકસભા હૉલમાં 1224થી વધુ સભ્યો માટે એક સાથે બેસવાની વ્યવસ્થા હશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને પરિયોજનાનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

નવી બિલ્ડીંગમાં ત્રણ ફ્લોર હશે અને ટૂ સીટર બેંચ હશે

નવી બિલ્ડીંગમાં ત્રણ ફ્લોર હશે અને ટૂ સીટર બેંચ હશે

આ નવી ઈમારતમાં ભારતની લોકતાંત્રિક વારસાને દર્શાવવા માટે એક ભવ્ય બંધારણ હૉલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, બિલ્ડિંગમાં ઘણા સમિતિ કક્ષ, ડાઈનિંગ એરિયા અને મોટી પાર્કિંગ પ્લેસ હશે. નવી બિલ્ડિંગમાં ત્રણ ફ્લોર હશે જેમાંથી એક ગ્રાઉન્ડ ફ્લોર જ્યારે બે માળ તેની ઉપર હશે. ભવનની ડિઝાઈન ત્રિકોણીય હશે જેનો નઝારો આકાશમાંથી જોતા ત્રણ રંગોની કિરણોવાળો હશે. સંસદમાં ટુ સીટર બેંચ હશે એટલે કે એક ટેબલ પર બે સાંસદ બેસી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X