For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે વડોદરામાં 'યુવા શિબિર'ને વર્ચ્યુઅલી કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ગુજરાતના વડોદરામાં શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિરને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ગુજરાતના વડોદરામાં શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિરને સંબોધિત કરશે. કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. આનુ આયોજન શ્રી સ્વામીનારાયણ મંદિર, કુંડલધામ અને શ્રી સ્વામીનારાયણ મંદિર કરેલીબાગ, વડોદરાએ કર્યુ છે. આ કાર્યક્રમનો હેતુ વધુને વધુ યુવાનોને સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં શામેલ કરવાનો છે. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત', 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વચ્છ ભારત' જેવી પહેલો દ્વારા તેમને નવા ભારતના નિર્માણમાં ભાગીદાર બનાવવાનો છે તેમ પીએમઓ વતી એક નિવેદન જારી કરીને પીએમના આ કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી.

modi

પીએમ મોદીએ અગાઉ રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મધ્યપ્રદેશની સ્ટાર્ટ-અપ નીતિ અને અમલીકરણ યોજના 2022 લૉન્ચ કરી હતી. તેમણે ઘણા ઉદ્યોગ સાહસિકોને પાયાના સ્તરેથી ભારતનું નિર્માણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 'આજે ભારતીય સ્ટાર્ટ-અપ પૉલિસી સ્પેસ અત્યંત સક્રિય છે. સાથે સમાન મહેનતુ અને સ્ટાર્ટ-અપ નેતૃત્વ છે. પરિણામે દેશ નવી ઉર્જાથી ચાલતા વિકાસની નવી લહેર તરફ આગળ વધી રહ્યો છે. આપણે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે અને હવે રાજ્યની સ્ટાર્ટ-અપ નીતિ હેઠળ મધ્યપ્રદેશ પોર્ટલ અને i-Hub ઈન્દોર સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યા છે. આ અસાધારણ સિદ્ધિ માટે હું મધ્યપ્રદેશ સરકારને અભિનંદન આપવા માંગુ છુ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત પીએમ મોદીનુ હોમ સ્ટેટ છે તેથી તમામની નજર અહીં યોજાનારી ચૂંટણી પર છે. માનવામાં આવે છે કે પીએમ મોદી અને ભાજપ ચૂંટણી પહેલા યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદી ગયા મહિને એટલે કે એપ્રિલમાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન પણ પીએમના આમંત્રણ પર ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાતમાં પીએમ મોદીની સક્રિયતા અને વિદેશના પ્રમુખોની મુલાકાત આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોવાનુ કહેવાય છે. ભાજપ ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યુ છે. સાથે જ કોંગ્રેસ અને AAP પાર્ટીની સક્રિયતા પણ ઘણી વધી ગઈ છે.

English summary
PM Narendra Modi to virtually address Yuba Shivir in Vadodara today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X