અડધી રાતે પીએમ મોદી નીકળ્યા વારાણસીના અચાનક નિરીક્ષણ પર

મોડી રાતે પ્રધાનમંત્રી અચાનક વારાણસી રેલવે સ્ટેશનનુ નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા.

વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનુ ઉદઘાટન કરવા માટે સોમવારે વારાણસી પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં શામેલ થયા બાદ પીએમ મોદીએ સાંજે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ મોડી રાતે પ્રધાનમંત્રી અચાનક વારાણસી રેલવે સ્ટેશનનુ નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા. ખુદ પ્રધાનમંત્રીએ આ અચાનક નિરીક્ષણની માહિતી ટ્વિટરના માધ્યમથી આપી. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ, કાશીમાં મહત્વના વિકાસ કાર્યોનુ નિરીક્ષણ કર્યુ. આ અમારો પ્રયત્ન છે કે આ પવિત્ર શહેરને સૌથી સારુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે.

PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ રેલવે સ્ટેશન સાથે અન્ય જગ્યાનો પણ પ્રવાસ કર્યો. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પીએમ મોદીએ ફોટા શેર કરીને લખ્યુ, અમે રેલવે કનેક્ટિવિટીને સારી કરવા અને સફાઈ, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સુવિધા અનુસાર રેલવે સ્ટેશન બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. અડધી રાતે પીએમ મોદીના પ્રવાસ દરમિયાન લોકોની ભીડ તેમને જોવા માટે ઉમટી પડી જેમનુ પીએમ મોદીએ હાથ હલાવીને અભિવાદન કર્યુ.

નોંધનીય વાત એ છે કે આ પહેલા પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે બેઠકનો પણ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ બેઠકમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ પણ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યુ હતુ કે આ બેઠક લગભગ છ કલાક સુધી મધ્ય રાત્રિ સુધી ચાલી. હિમંત બિસ્વ શર્માએ ટ્વિટ કરીને લખ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર જેમણે મોડી રાતે લગભગ 6 કલાક ચાલેલી લાંબી બેઠકમાં સારુ ભારત બનાવવા માટે પોતાના વિચાર અને વિઝન અમારી સામે રાખ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X