પીએમ મોદી આજે જશે વારાણસી, દેવ દિવાળીના કાર્યક્રમમાં થશે શામેલ, જાણો આખો કાર્યક્રમ
રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે(30 નવેમ્બર) પોતાના લોકસભા મત વિસ્તાર વારાણસીનો પ્રવાસ કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે(30 નવેમ્બર) પોતાના લોકસભા મત વિસ્તાર વારાણસીનો પ્રવાસ કરશે. પીએમ નરેન્દ્ર મોદી અહીં દેવ દિવાળી મહોત્સવ ઉપરાંત ઘણા કાર્યક્રમમાં શામેલ થશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શામેલ રહેશે. પીએમ મોદીના બીજા કાર્યકાળમાં આ તેમનો 23મો વારાણસી પ્રવાસ છે. પીએમ મોદી દેવ દિવાળીના તહેવારે વારાણસીને ઘણી પરિયોજનાઓની ભેટ આપશે.

જાણો પીએમ મોદીનો વારાણસીનો આખો કાર્યક્રમ
માહિતી મુજબ પીએમ મોદી 30 નવેમ્બરે બપોરે 2 વાગીને 10 મિનિટે લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી વારાણસીમાં રાતે 8 વાગીને 50 મિનિટ સુધી રહેશે. પીએમ મોદી પોતાના સંસદીય વિસ્તારમાં 7 કલાક રહેશે. એરપોર્ટ આવ્યા બાદ પીએમ મોદી સેનાના હેલીકૉપ્ટરથી રાજા તળાવના ખજૂરી સ્થિત જનસભા સ્થળ પર જશે. જનસભા સ્થળથી પીએમ મોદી રાજાતળાવ - હંડિયા સિક્સ લેન હાઈવેનુ લોકાર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી એક જનસભાને સંબોધિત કરશે.
દેવ દિવાળીનુ કરશે ઉદઘાટન
જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી હેલીકૉપ્ટરથી ડોમરી હેલીપેડ જશે. ત્યાંથી પીએમ અલકનંદા ક્રૂઝ પર સવાર થઈને લલિતા ઘાટ પહોંચશે. લલિતા ઘાટથી પીએમ મોદી વિશ્વનાથ કૉરિડેરને જોઈને કાશી વિશ્વનાથ જશે. મંદિરમાં પૂજા કર્યા પબાદ પાંચ વાગે પીએમ મોદી ઘાટ પહોંચશે. અહીં પીએમ મોદી દીપ પ્રગટાવીને દેવ દિવાળીનુ ઉદઘાટન કરશે. ત્યારબાદ પીએમ મોદી અહીંથી પણ લોકોને સંબોધિત કરશે. દેવ દિવાળીનુ ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદી ક્રૂઝમાં સવાર થઈને વારાણસીના 84 ઘાટો પર દેવ દિવાળીના 15 લાખ દીવાની છઠાને જોશે. આ દરમિયાન ઘાટો પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને લેઝર શો પણ જોશે અને રવિદાસ ઘાટ પહોંચશે. અહીંથી પીએમ મોદી રોડ દ્વારા ભગવાન બુદ્ધના ઉપદેશ સ્થળ સારનાથ જશે. અહીં થોડો સમય વીતાવ્યા બદા પીએમ મોદી 8 વાગીને 50 મિનિટે વારાણસી એરપોર્ટથી દિલ્લી માટે રવાના થઈ જશે.












Click it and Unblock the Notifications
