For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sydney Dialogue : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'સિડની સંવાદ'ને સંબોધશે, જાણો મહત્વની વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે (18 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત 'Sydney Dialogue' (સિડની સંવાદ)ને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

Sydney Dialogue : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે (18 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત 'Sydney Dialogue' (સિડની સંવાદ)ને સંબોધિત કરશે. આ સંબોધનમાં વડાપ્રધાન મોદી ભારતના ટેક્નોલોજીના ઉદ્ભવ અને ક્રાંતિના વિષય પર પોતાની વાત રાખશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર PM મોદી 18 નવેમ્બરની સવારે 9 કલાકે 'Sydney Dialogue'ને સંબોધિત કરશે.

 pm modi

શિન્ઝો આબે પણ કરશે સંબોધન

વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ટેકનોલોજી વિકાસ અને ક્રાંતિ વિષય પર વાત કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન 'Sydney Dialogue'માં વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા બોલશે. આ સિવાય જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પણ આ કાર્યક્રમને સંબોધિત કરશે.

17 થી 19 નવેમ્બર દરમિયાન 'Sydney Dialogue'નું કરાયું આયોજન

17 થી 19 નવેમ્બર દરમિયાન 'Sydney Dialogue'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક એન્ડ પોલિસી ઇન્સ્ટિટ્યૂટની પહેલ છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 'Sydney Dialogue'નો હેતુ રાજકીય, વેપારી અને સરકારી નેતાઓને એકસાથે લાવવાનો છે, જ્યાં રાજકીય, વેપારી અને સરકારી નેતાઓ નવા વિચારોની ચર્ચા કરવા માટે એકસાથે આવે છે.

તેઓ નવા વિચારોને પ્રોત્સાહિત કરવા અને ઉભરતી અને નિર્ણાયક તકનીકો દ્વારા ઊભી થતી તકો અને પડકારોની સામાન્ય સમજણ તરફ કામ કરવા માટે સાથે આવે છે.

English summary
PM Narendra Modi will address at The Sydney Dialogue on 18 november
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X