ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા જશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્વાડ દેશોની બેઠકમાં હિસ્સો લેવા માટે અમેરિકા જશે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્વાડ દેશોની બેઠકમાં હિસ્સો લેવા માટે અમેરિકા જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મેરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા, અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાઈડેન સાથે આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠક 24 સપ્ટેમ્બરે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં થશે. બેઠકમાં નેતા 12 માર્ચ 2021ના રોજ થયેલી બેઠક બાદ પ્રોગ્રેસની સમીક્ષા કરશે અને સાથે જ ક્ષેત્રીય મુદ્દાઓ પર વાત કરશે.

narendra modi

આખી દુનિયા હાલમાં કોરોના મહામારી સામે લડી રહી છે. મહામારી વચ્ચે માર્ચ મહિનામાં ક્વાડ વેક્સીન અભિયાનની શરૂઆત કરી હતી. એવામાં આ બેઠકમાં આ અભિયાનની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ સાઈબર સિક્યોરિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉભરતી ટેકનિક, સમુદ્રી જીવોની સુરક્ષા, કુદરતી આફતમાં માનવીય સહયોગ, પર્યાવરણમાં ફેરફાર અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. અમેરિકાના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએનજીએના 76માં સેશનને પણ 25 સપ્ટેમ્બરે સંબોધિત કરશે કે જે ન્યૂયૉર્કમાં આયોજિત થશે.

માનવામાં આવી રહ્યુ છે કે અમેરિકાના પ્રવાસે પીએમ મોદી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. ત્યારબાદ પીએમ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. ક્વાડ એટલે કે ક્વાડ્રિલેટરલ ડાયલૉગ જેને હિંદીમાં ચતર્ભુદ સુરક્ષા વાતચીત પણ કહે છે. આમાં અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારત શામેલ છે. આ એક રણનીતિક મંચ છે જ્યાં સભ્ય દેશ પરસ્પરમાં શિખર સંમેલન, સૂચનોનુ આદાન-પ્રદાન અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને અભ્યાસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X