ટાઇમના રીડર્સ પોલમાં મોદીની જીત, પણ 'પર્સન ઓફ ધ યર'માં હાર
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાઇમ્સ મેગેઝીનના રીડર્સ પોલમાં ભારે મતોથી જીત નોંધાવી છે. તેમને ઓનલાઇન વોટિંગમાં સૌથી વધારે લોકોએ વોટ આપ્યા છે, પરંતુ ટાઇમ મેગેઝીને વાર્ષિક 'પર્સન ઓફ ધ યર'ના ખિતાબની રેસમાંથી નરેન્દ્ર મોદી બહાર થઇ ગયા છે. જેના પગલે મોદીના ચાહકો હતાશ થયા છે.

Narendra Modi wins reader poll for TIME Person of the Year #TIMEPOY http://t.co/5hdDRysBSM
— TIME.com (@TIME) December 8, 2014 મોદી આ સૂચિમાં સ્થાન બનાવી શક્યા નહીં. આ સૂચિમાં અલીબાબા સમૂહના પ્રમુખ જૈક મા, ઇબોલાની વિરુદ્ધ દેખરેખ રાખનારા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, એપ્પલના સીઇઓ ટીમ કુક, ફગ્યુર્સનના પ્રદર્શનકારી, ગાયિકા ટેલર સ્વિફ્ટ, નેશનલ ફુટબોલ લીગના કમિશ્નર રોજર સ્ટોક ગુડેલ અને કુર્દ નેતા મસૂદ બરજાનીનો સમાવેશ થાય છે.
હવે ટાઇમના સંપાદક આમાંથી જ એકને પર્સન ઓફ ધ યર તરીકે ચૂંટશે. જેની જાહેરાત 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ત્યાં જ ભારત માટે ખુશીની વાત એ પણ છે કે ટાઇમ દ્વારા કરવામાં આવેલ એક ઓનલાઇન રીડર્સ વોટિંગમાં સૌથી વધારે વોટ જીતીને મોદી નંબર-1 બન્યા.












Click it and Unblock the Notifications
