મોદીની વિરુદ્ધમાં મોદી
મુંબઇ, 4 માર્ચ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ તેમના નાના ભાઇ પ્રહ્લાદ મોદી આંદોલને ચઢ્યા છે. ઓલ ઇન્ડિયા ફેયર પ્રાઇઝ શોપ ડિલર્સ ફેડરેશનના નેશનલ વાઇઝ પ્રેસિડન્ટ એવા પ્રહલાદ મોદીએ આઝાદ મેદાનમાં આંદોલન નીકાળી, મોદી સરકાર સામે જોરશોરથી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

એટલું જ નહીં પ્રહલાદભાઇએ તો ત્યાં સુધીની ધમકી આપી કે જો મોદી સરકાર તરત જ આ અંગે કોઇ કામ નહીં કરે તો બિહાર અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે.
નોંધનીય છે કે, રાશન ડિસ્ટ્રિબ્યૂટરોનું કમિશન વધારવા અને દરેક ડિસ્ટ્રિબ્યૂટરને ઓછામાં ઓછા એક હજાર કાર્ડ હોલ્ડર આપવા જેવી માંગો સાથે આ આંદોલન નીકાળવામાં આવ્યું હતું.
જો કે પ્રહ્લાદ મોદીએ, મોદી પર સીધો હુમલો કરવાનું ટાળતા સ્પષ્ટતા આપી હતી કે તેમની લડાઇ સરકારની નિતિઓ વિરુદ્ધ છે મોદી વિરુદ્ધ નથી. તેમ છતાં પ્રહ્લાદ મોદી આ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
