For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું થયું જ્યારે મોદી ઓચિંતા પહોંચી ગયા સંસદની કેન્ટીનમાં જમવા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અનોખા અંદાજ માટે જાણીતા છે. મોદી પોતાના અનોખા પહેરવેશ, પોતાની છટા, તેમજ તેમના અનોખા સંવાદોથી પણ તેઓ હંમેશા મીડિયામાં છવાઇ જાય છે. આજે પણ નરેન્દ્ર મોદીએ કંઇક એવું કર્યું કે સૌને ચોંકાવી દીધા. આજે સોમવારે વડાપ્રધાન અચાનક સંસદની કેન્ટીનમાં આવી પહોંચ્યા અને સૌને સરપ્રાઇઝ આપીને ચોંકાવી દીધા, પછીએ કેન્ટીનો સ્ટાફ હોય કે પછી અત્રે બેસીને જમના સાંસદો તમામ મોદીની ઓંચિંતી મુલાકાતથી હેબતાઇ ગયા.

જોકે મજાની વાત તો એ છે કે વડાપ્રધાને માત્ર કેન્ટીનની મુલાકાત જ ના લીધી પરંતુ તેમણે અત્રે ભોજન પણ કર્યું. નરેન્દ્ર મોદી જ્યારે કેન્ટીનમાં આવી પહોંચ્યા તો અત્રે કેટલાંક સાંસદો જમી રહ્યા હતા, મોદી તેમની સાથે બેસી ગયા અને તેમની સાથે બેસીને જમ્યા પણ ખરા એ પણ કેન્ટીનનું સાદુ ભોજન જમ્યા.

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની ઇમારતના પહેલા માળ પર આવેલ 70 નંબરના રૂમની અચાનક મુલાકાત લીધી અને અત્રે ભોજન પણ કર્યું.

જો સૂત્રોની માનીએ તો વડાપ્રધાને કેન્ટીનમાં વેજીટેરીયન થાળીનો ઓર્ડર આપ્યો. અને તેના માટે તેમણે ખુદ પૈસા ચૂકવ્યા. મોદીએ ઓર્ડર કરેલી વેજીટેરીયન થાળીમાં સરસોનું શાક, બટાકાનું શાક, રાજમા, ભાત, રોટલી અને દહી તથા સલાડનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ પોતાની થાળીના જાતે રૂપિયા ચૂકવ્યા. મોદીએ જમતા જમતા સાંસદોની સાથે વાતચીત પણ કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભોજન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિટર બુકમાં નોંધ પણ કરી. વડાપ્રધાને લખ્યું કે 'અન્નદાતા સુખી રહો.'

અત્રે નોંધનીય છે કે સંસદની કેન્ટીન પત્રકારો અને સાંસદોને સારુ અને સસ્તુ ભોજન આપવા માટે ખૂબ જ જાણીતી છે.

modi
English summary
Prime Minister Narendra Modi is known for doing things which at times surprises everyone. In a similar move, PM Modi on Monday made a sudden visit to the Parliament's canteen and surprised everyone including the canteen staff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X