Saurastra Tmil Sangamam ના મસમાપન સમારોહમાંને સંબોધિત કરશે પીએમ મોદી
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્ર તમીલ સંગમમના સમાપન સમારોહને સંબોધિત કરશે પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમને સંબોધિત કરશે. પ્રધાનમત્રી કાર્યાલય તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે.

પીએમઓ અનુસાર આ કાર્યક્રમની ઉત્પતિ પીએમ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતમાં છુપાયેલી છે. પીએમ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત દ્વારા દેશના અલગ અલગ ભાગોમાં જુના સંબંધોને ફરી સામે લાવવામાં મદદરુપ થશે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ગુજરાત અને તમિલનાડૂ વચ્ચેની સંયુક્ત સંસ્કૃતિનો ઉત્સવ છે. આના દ્વારા બંને રાજ્યોની સંસ્કૃતિ અને વિરાસતને આગળ વધારવામાં આવશે. સદિયો પહેલા ગુજરાતથી સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો તમિલનાડુ ચાલ્યા ગયા હતા. અને ત્યાંજ વસવાટ કર્યો હતો.
પીએમઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે, આ કાર્યક્રમ લોકોને ફરી એક વાર મુળમાથી જોડવા માટેની ફરી એક તક આવશે. 10 દિવસ સુધી આ સંગમમમાં 3000 થી ધઆરે સૌરાષ્ટ્રીયન તમિલ ગુજરાતના સોમનાથ પહોચ્યા હતા. આ લોકો વિશેષ ટ્રેનથી અંહિયા પહોચ્યા હતા.
આ કાર્યક્રમની શરુઆત 17 એપ્રિલના રોજ થઇ હતી. તેનુ સમાપન આજે 26 એપ્રિલના રોજ સોમનાથમાં થશે. આ કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદી બંને રાજ્યો વચ્ચેના જુના સંબંધને શેયર કરશે.












Click it and Unblock the Notifications
