વડાપ્રધાનનો અણ્ણા હઝારેને પત્ર : મજબૂત લોકપાલ ટૂંક સમયમાં લવાશે

manmohan-singh
નવી દિલ્હી, 21 જાન્યુઆરી : દેશમાં તમામ રાષ્ટ્રીય પક્ષોએ લોકસભા ચૂંટણી 2014 માટેની તૈયારીઓ આરંભી દીધી છે. આ માટે ભાજપમાં લોકસભાની આગામી ચૂંટણી કોના નેતૃત્વ નીચે લડવામાં આવશે તેની ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2014 જયપુરની ચિંતન શિબિરમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવાનો નિર્ણય લીધો. રાજકીય ગતિવિધિઓમાં વડાપ્રધાન ચર્ચામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાને સામે ચાલીને સામાજિક કાર્યકર્તા અને ગાંધીવાદી અણ્ણા હઝારેને પત્ર લખીને ટૂંક સમયમાં મજબૂત લોકપાલ લાવવાની વાત કરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મનમોહન સિંહે 10 જાન્યુઆરીના રોજ અણ્ણા હઝારેને પત્ર લખ્યો હતો. જે અણ્ણા હઝારેને તાજેતરમાં મળ્યો છે. હઝારે છેલ્લા દોઢ વર્ષથી દેશમાં ભ્રષ્ટાચારને ડામવા માટે જન લોકપાલ બિલ લાવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. સંસદમાં જન લોકપાલ બિલ સૌથી વધારે વિવાદાસ્પદ બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે લોકપાલ બિલને લોકસભામાં મંજૂરી મળી ગઇ છે અને આગામી સંસદીય બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં ચર્ચા માટે તે લાવવામાં આવશે. વડાપ્રધાન કાર્યલય તરફથી લખવામાં આવેલા નવા પત્રમાં હઝારેને નવેસરથી આશ્વાસન આપવામાં આવ્યું છે. આ અગાઉ વડાપ્રધાને 27 ઓગસ્ટ, 2011ના રોજ લખેલા પત્રમાં અણ્ણા હઝારેને ટૂંક સમયમાં લોકપાલ લાવવાનું વચન આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X