PMC બેંક કૌભાંડ: HDIL પ્રમોટરે 18 અટેચ સંપત્તિઓ વેચવા કહ્યુ

મુંબઈ પોલિસની આર્થિક ગુના તપાસ શાખા (ઈઓડબ્લ્યુ)એ પીએમસી બેંક ગોટાળાની તપાસના અનુસંધાનમાં બેંકના પૂર્વ નિર્દેશક સુરજિત સિંહ અરોરાને બુધવારે પૂછપરછ માટે બોલાવ્યા

મુંબઈ પોલિસની આર્થિક ગુના તપાસ શાખા (ઈઓડબ્લ્યુ)એ પીએમસી બેંક ગોટાળાની તપાસના અનુસંધાનમાં બેંકના પૂર્વ નિર્દેશક સુરજિત સિંહ અરોરાને બુધવારે પૂછપરછ માટે બોલાવ્યા ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. પીએમસી ગોટાળામાં આ પાંચમી મોટી ધરપકડ છે. અરોડા બેંકની લોન સમિતિના સભ્ય હતા. એક અધિકારીએ કબ્યુ, અમે આ બેંકમાં લોન આપવાની પ્રક્રિયા જાણવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

PMC Bank

એચઆઈડીએલના પ્રમોટરોએ કહ્યુ, અમારી 18 અટેચ સંપત્તિઓ વેચી દો

જો ક બુધવારે ગોટાળામાં આરોપી રિયલ એસ્ટેટ કંપની એચડીઆઈએલના પ્રમોટર પોતાની અટેત સંપત્તિ વેચીને રકમ ચૂકવવા માટે તૈયાર છે. બુધવારે એડીઆઈએલના પ્રમોટર રાકેશ અને સારંગ વાધવાને નાણા મંત્રાલય, આબીઆઈ અને તપાસ એજન્સીઓને પત્ર લખ્યો. આમાં તેમણે પોતાની રોલ્સ રૉયસ અને રક્રાફ્ટ સહિત 18 અટેચ સંપત્તિઓની હરાજી કરવાની વાત કહી છે. એચડીઆઈએલ પર બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને 4355 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ છે.

અત્યાર સુધી 5 જણની ધરપકડ

ઉલ્લેનીય છે કે મુંબઈ પોલિસની આર્થિક ગુના શાખા (ઈડબ્લ્યુ)એ પીએમસી બેંક ગોટાળામાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે. ઈઓડબ્લ્યુ અત્યાર સુધી આ કેસમાં જમીન જાગીરનો વેપાર કરતી ખાનગી કંપની એચડીઆઈએલ સમૂહના રાકેશ અને સારંગ વાધવાન(પિતા-પુત્ર), બેંકના પૂર્વ ચેરમેન વરયામ સિંહ અને પૂર્વ મેનેજર જૉય થૉમસની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સાથે ઈડીએ તપાસ દરમિયાન મુંબઈમાં રેડ પાડીને એચડીઆઈએલની સંપત્તિઓ જપ્ત કરી હતી. ગોટાળાનો ભાંડાફોડ થયા બાદ રિઝર્વ બેંકે પીએમસી બેંકના વેપાર પર છ મહિના માટે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. તેના ગ્રાહક આ દરમિયાન એક નક્કી સીમાથી વધુ ધન નિકાસ નથી કરી શકતા.

ત્રણ આરોપી 23 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

મુંબઈની એક કોર્ટે પીએમસી બેંક ગોટાળા કેસમાં બુધવારે હાઉસિંહ ડેવલપમેન્ટ ઈંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઈએલ)ના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર રાકેશ વાધવાન તથા તેમના પુત્ર સારંગ અને બેંકના પૂર્વ ચેરમેન વરયામ સિંહને 23 ઓક્ટોબર સુધી ન્યાયિયક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ દરમિયાન બેંકના ઘણા ખાતાધારક અદાલતની બહાર પ્રદર્શન કરીને પોતાના પૈસા જલ્દી પાછા આપવાની માંગ કરી રહ્યા છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટીવ (પીએમસી) બેંક કેસમાં પોલિસે ત્રણે આરોપીઓને બુધવારે મહાનગર મેજિસ્ટ્રેટ એસ જી શેક સામે હાજર કર્યા. બુધવારે ત્રણેની પોલિસ કસ્ટડી ખતમ થઈ રહી હતી. મેજિસ્ટ્રેટે ત્રણે આરોપીઓને 23 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ દીધા. તમને જણાવી દઈએ કે પીએમસી બેંકમાં 4,355 કરોડ રૂપિયાના ગોટાળામાં શામેલ હોવા આરોપમાં વાધવન અને તેમના પુત્રને ત્રણ ઓક્ટોબરે અને સિંહની પાંચ ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X