સેક્સ સ્કેન્ડલ: મધ્યપ્રદેશના પૂર્વ નાણામંત્રી - ભાજપી નેતા રાઘવજીની ધરપકડ

મધ્ય પ્રદેશના આઇજીએ આ અંગે માહીતી આપતા જણાવ્યું કે રાઘવજી એક એવા ફ્લેટમાં છૂપાયેલા હતા જે બહારથી બંધ હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લેટ તેમની ભાણીના નામે હતો. રાઘવજી પર તેમના નોકરે શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.
શું હતો આખો મામલો? :
વિદિશા જિલ્લાના એક યુવકએ ભોપાલના હબીબગંઝ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાવી હતી. તેણે શપતપત્ર આપીને કહ્યું કે તે રાઘવજીને ત્યાં 2010થી રહે છે. અને નોકરી અપાવવાના નામે રાઘવજી પહેલા તો માલિશ કરાવતા હતા. પરંતુ ધીરે ધીરે અશ્લીલ હરકતો કરવાનું શરુ કરી દીધું. થોડા દિવસ બાદ તેમણે શારીરિક શોષણ કરવાનું શરૂ કરી દીધું. આ સિલસિલો છેક 2013 સુધી ચાલતો રહ્યો. મંત્રીના બંગલામાં રહેનારા બે અન્ય લોકોને આ અંગેની જાણ થઇ તો તેમણે પણ આ યુવકનું શોષણ કર્યું.
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા :
બીજેપી નેતા અને શિવરાજ સિંહ સરકારમાં નાણામંત્રી રાઘવજી પર પોતાના નોકર સાથે અપ્રાકૃતિક સેક્સ કરવાનો આરોપ લગાવ્યો હતો. શારીરિક શોષણના આરોપમાં ઘેરાયેલા નાણામંત્રી રહી ચૂકેલ રાઘવજીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ બીજેપી અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરે રાઘવજીને પાર્ટીમાંથી નીકાળી દેવાની જાહેરાત કરી હતા.
ઉલ્લેખનીય છે કે તેમના નોકરે તેમની પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પોતાના મંત્રી પર લાગેલા આવા ઘૃણાસ્પદ આરોપ બાદ શિવરાજ સરકારે તેમની પાસેથી તેમનો હોદ્દો છીનવી લીધો છે. મંત્રી પર લાગેલા સેક્સ સ્કેન્ડલના આરોપ બાદ બીજેપી સરકારની મુસીબત વધારી દીધી છે. જ્યારે કોંગ્રેસ સરકાર આ મુદ્દાને લઇને પોતાના લાભ ખાટવામાં લાગી છે. વિરોધીઓએ આને લઇને હુમલો કરવાનું ચાલુ કરી દીધું છે. વિરોધીઓના વધતા હુમલાને પગલે બીજેપીએ રાઘવજીને સસ્પેન્ડ કરવાનું યોગ્ય સમજ્યું હતું. જ્યારે ફરિયાદના આધારે પોલીસે આજે તેમની ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
