MP સીધી પેશાબકાંડના આરોપી પ્રવેશ શુકલાની ધરપકડ, લોકેશન બદલીને પોલીસને ગેરમાર્ગે દોર્યા

મધ્યપ્રદેશના સીધીમાં આદિવાસી યુવક પર પૈશાબ કરવાની ઘટનાએ ભારે હંગામો મચાવી દિધો છે. આ ઘટના બાદ સીએમ શિવરાજસિહ ચૌહાણે કડક કાર્યવાહી કરી હતી. તેમણે ઘટના ગંભીરતાથી લઇને આરોપી પ્રવેશ શુકલા વિરુદ્ધ એનએસએ અનુસાર કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

MP
આરોપી શખ્સ પ્રવેશ શુકલા વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. આ સાથે જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. એસપી સીધી અંજુ લતા પટલે જણાવ્યુ હતુ કે, પ્રવેશ શુકલાની પુછપરછ કરવામાં આવી રહી છે. મામાલામાં આગળ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો

જણકારી અનુસાર માનસિક રીતે બિમાર આદિવાસી યુવક પર પૈશાબ કરવાનો વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પ્રદેશમાં હડકંપ મચી ગયો હતો. આરોપી બીજેપી નેતા હોવાનું સામે આવ્યુ છે. જેમા પોલીસે- જુલાઇની રાત્રે બે વાગ્યે તેની ધરપકડ કરી હતી.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ પ્રવેશ શુકલાને સીધી જિલ્લાથી કુબરી ગામમાં ખૈરવા થી ધરપકડ કરવામાં આી હતી. તેના માટે સાઇબર સેલની મદદ લેવામાં આવી હતી. આરોપી ઘટના બાદ થી લોકેશન બદલીને પોલીસની પકડથી દુર હતો.

તો બીજી તરફ બીજેપી નેતા પ્રવેશ શુકલાની ધરપકડ થયા બાદ પોલીસે તેની પત્ની અને માતાને છોડી મુકવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ તેની પુછપરછ કરી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે, પ્રવેશ શુકલા સીધી બીજેપી ધારાસભ્ય કેદારનાથ શુકલાના પૂર્વ ધારાસભ્ય પ્રતિનિધિ છે. વિડીયો 9 દિવસ જુનો હોવાનું જણાવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X