દિલ્હી ગેંગરેપઃ પીડિતાના મિત્રના પ્રશ્નોનો પોલીસે આપ્યો જવાબ

દિલ્હી પોલીસના જોઇન્ટ સીપી વિવેક મોગિયાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પીડિતાના મિત્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, એક ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં જે ચાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, એ તમામના એક પછી એક જવાબ આપવામાં આવી રહ્યાં છે. પહેલો મુદ્દો એ છે કે પીડિત દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિસ્તારને લઇને પોલીસ કર્મીઓ વચ્ચે કોઇ ચર્ચા થઇ નહોતી.
પોલીસના તમામ કોમ્પ્યુટર રેકોર્ડ અને જીપીએસના આધારે પહેલો કોલ રાત્રીના 10.21 વાગ્યે આવ્યો હતો. કોલ આવ્યા બાદ પીસીઆર વાન ઝીબ્રા 54ને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહેલી પીસીઆર વાન ઇગલ 47 રાત્રીના 10.27 વાગ્યે પહોંચી હતી અને ઝીબ્રા 10.29 વાગ્યે પહોંચી હતી. ત્યાર બાદ ઝીબ્રા 54 પીડિતોને લઇને 10.39 વાગ્યે હોસ્પિટલ જવા માટે રવાના થઇ હતી અને રાત્રીના 10.55 વાગ્યે પીડિતોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.
પીડિત દ્વારા બીજો મુદ્દો એ ઉઠાવવામા આવ્યો હતો કે તેમને પીસીઆર વાન દ્વારા કોઇ સારી હોસ્પિટલમાં સારવાર અર્થે શા માટે લઇ જવામાં ના આવ્યા તો, પ્રાવધાન અનુસાર જે હોસ્પિટલમાં દરેક પ્રકારની સુવિધાઓ હોવાનું નોંધવામાં આવ્યું હોય ત્યાં પીસીઆર પીડિતોને લઇ જાય તેવું જણાવાયું છે અને સફદરજંગ હોસ્પિટલમાં એ તમામ સુવિધાઓ હોવાના કારણે પીસીઆર પીડિતોને એ હોસ્પિટલમા લઇ ગઇ હતી.
ત્રીજો મુદ્દો પીડિત દ્વારા એ ઉઠાવવામાં આવ્યો હતો કે તે ઇજાગ્રસ્ત હોવા છતાં પણ પોલીસે ચાર દિવસ સુધી તેને પોલીસ મથકે રાખ્યો હતો. જેના જવાબમાં પોલીસે જણાવ્યું કે, હોસ્પિટલમાં તેની સારવાર કર્યા બાદ તેને રજા આપ્યા પછી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો, કારણ કે તે એકમાત્ર પ્રત્યક્ષદર્શી હોય મદદ કરવાના હેતુસર તેને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો અને તેની સારવાર પોલીસના ખર્ચે કરાવવામાં આવી હતી.
પીડિત દ્વારા ચોથો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે , પોલીસ વખાણ સાંભળવા અને વાહવાહી લૂંટવા માટે અમે આમ કર્યું તે અંગે કહેવા જણાવી રહી હતી. પોલીસનું કર્તવ્ય છે કે નાગરીકને મદદ કરવી અમે જે કંઇ પણ કરીએ છીએ તે કોઇ વાહવાહી લૂંટવા માટે નથી કરતાં અમે અમારા કર્તવ્ચને આધીન આ કાર્ય કરીએ છીએ.












Click it and Unblock the Notifications
