પત્ની અને પુત્રીઓની હત્યા કરીને પોતે પણ પંખાથી લટકી કરી આત્મહત્યા

ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા અને આત્મહત્યાથી સનસની ફેલાઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા અને આત્મહત્યાથી સનસની ફેલાઈ ગઈ છે. અલાહાબાદના ધૂમનગંજમાં રહેતા મનોજ કુશવાહાએ પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પીપલ ગામના રહેવાસી 35 વર્ષના મનોજ કુશવાહાના ઘરના દરવાજા બપોરે 12 વાગ્યા સુધી બંધ હતા, ત્યારબાદ પડોશીઓને શંકા થઈ. લોકોએ પોલિસને આ અંગે સૂચના આપી.

ઘરની અંદરની સ્થિતિ ભયાનક

ઘરની અંદરની સ્થિતિ ભયાનક

મોડી સાંજે લગભગ સાડા 8 વાગે પોલિસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો દરવાજો લોક હતો. પોલિસને દરવાજો તોડવો પડ્યો. જ્યારે દરવાજો ખોલ્યો તો અંદરની સ્થિતિ ભયાનક હતી. મનોજની પત્ની અને ત્રણ પુત્રીઓની લાથ પડી હતી. એક શબ પંખાથી લટકી રહ્યુ હતુ.

પત્ની શ્વેતાની લાશ ફ્રિઝમાં બંધ

પોલિસના જણાવ્યા મુજબ મનોજની પત્ની શ્વેતાની લાશ ફ્રિઝમાં બંધ હતી જ્યારે મોટી પુત્રી પ્રીતિ (8 વર્ષ) ની લાશ અલમારીમાં બંધ હતી. વળી બીજી પુત્રી 6 વર્ષની શિવાનીની લાશ એટેચીમાં બંધ હતી અને સૌથી નાની 3 વર્ષની શ્રેયાની લાશ જમીન પર પડી હતી.

હત્યા અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ

વળી, બીજા રુમમાં મનોજ કુશવાહા ફાંસી પર લટકેલો હતો. પોલિસે આ શબોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે. પોલિસના જણાવ્યા અનુસાર મનોજે પહેલા પત્ની અને પુત્રીઓની હત્યા કરી અને પછી પોતાને ફાંસી લગાવી દીધી. પ્રારંભિક તપાસમાં પોલિસ હાલમાં આ પરિણામ પર પહોંચી છે પરંતુ પોલિસ દરેક પાંસાની તપાસ કરી રહી છે. આ હત્યા અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X