For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરુણાનિધિના અંતિમ દર્શન માટે દુઃખથી બેકાબુ સમર્થકો, પોલિસનો લાઠીચાર્જ

એમ કરુણાનિધિ માત્ર એક પક્ષ નેતા નહોતા પરંતુ તે તમિલનાડુના એક ખાસ વર્ગના લોકોના હ્રદયમાં વસતા હતા.

|
Google Oneindia Gujarati News

એમ કરુણાનિધિ માત્ર એક પક્ષ નેતા નહોતા પરંતુ તે તમિલનાડુના એક ખાસ વર્ગના લોકોના હ્રદયમાં વસતા હતા. જેનું પ્રમાણ ત્યારે દેખાયુ જ્યારે તેમના નિધનના સમાચાર સાંભળતા જ તેમના સમર્થકો દુખથી વ્યાકુળ થઈ ગયા તેમને રોકવા માટે પોલિસને બળપ્રયોગ કરવો પડ્યો. જો કે આ લાઠાચાર્જમા કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.

કરુણાનિધિને 50 વર્ષથી વધુનો રાજકીય અનુભવ

તમને જણાવી દઈએ કે 94 વર્ષીય કરુણાનિધિ પાસે 50 વર્ષથી વધુનો રાજકીય અનુભવ રહ્યો છે, તે પાંચ વાર ધારાસભ્ય બન્યા અને તેમણે તમિલ રાજકારણને એક નવુ રૂપ આપ્યુ હતુ. ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.

‘કરુણાનિધિના મોતના સમાચારથી દુઃખી': પીએમ મોદી

‘કરુણાનિધિના મોતના સમાચારથી દુઃખી': પીએમ મોદી

પીએમ મોદીએ પોતાની સાથે તેમના ફોટા ટ્વિટ કરતા લખ્યુ હતુ કે કરુણાનિધિ ભારતના વરિષ્ઠ નેતાઓમાંથી હતા. તેમના મોતના સમાચારથી હું દુઃખી છુ. મોદીએ કરુણાનિધિને જમીનથી જોડાયેલા નેતા ગણાવ્યા જેમણે પોતાનું જીવન ગરીબ અને નબળા વર્ગના લોકો માટે લડાઈ લડવામાં વીતાવ્યુ.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ શોક પ્રકટ કર્યો

વળી, રાષ્ટ્રપતિ કોવિંદે પણ શોક પ્રકટ કરતા કહ્યુ કે, ‘એમ કરુણાનિધિના નિધન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયુ. ‘કલેનાર' નામથી લોકપ્રિય તેઓ એક સુદ્દઢ વારસો છોડીને જઈ રહ્યા છે જેની સરખામણી સાર્વજનિક જીવનમાં ઓછી જોવા મળે છે. તેમના પરિવાર પ્રત્યે અને લાખો ચાહકો પ્રત્યે હું મારી શોક સંવેદના વ્યક્ત કરુ છુ.'

English summary
Police Resort To Lathi-Charge To Control The Crowd Gathered Outside Kanimozhi's Residence In Chennai's Cit Colony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X