હવેથી ભળતા નામથી નહીં થઇ શકે રાજકીય દળોની નોંધણી

ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છેકે, હવે નોંધણી કરાવવા ઇચ્છૂક રાજકીય દળોએ નવા નામોનો ઉપયોગ કરવો પડશે. ચૂંટણી પંચે આ પગલું એ ફરિયાદ પરથી ઉઠાવવામાં આવ્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ભળતા નામવાળી અથવા નામના અનુવાદવાળા નામના દળોની નોંધણી થવાથી મૂળ રાજકીય દળોના હિત પર પ્રતિકૂળ અસર પડી રહી છે.
એટલું જ નહીં, તેમની સાખ અને લોકપ્રિયતાનો આવા નવા દળ અનુચિત લાભ ઉઠાવી રહ્યાં છે. જે હેઠળ પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ એ નિર્દેશ આપ્યા છેકે, નોંધણી ઇચ્છતા દળોનું નામ કોઇ ધાર્મિક ગુણાર્થ નામવાળું ન હોવું જોઇએ. એવું પણ કહેવામાં આવ્યું છેકે, વર્તમાનમાં રહેલા રાજકીય દળોના નામને ભળતા નામ પણ ન હોવા જોઇએ, જેથી કોઇ પ્રકારના ભ્રમની સ્થિતિ ન બને.












Click it and Unblock the Notifications
