વિજય રૂપાણી: એક સમયે જે રાજનીતિ સંન્યાસ લેવા ઇચ્છા હતા તે આજે છે ગુજરાતના CM

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે પહેલા ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજકીય પ્રોફાઇલ વિગતવાર જાણો અહીં. જાણો કોણ છે વિજય રૂપાણી.

ભાજપ, ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને રાખીને જ વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી આનંદીબેન પટેલની જગ્યાએ આવ્યા છે અને પાટીદાર આંદોલન બાદ ખાસ અમિત શાહએ તેમની પર પસંદગી ઉતારી છે તેમ માનવામાં આવે છે. રૂપાણીના શાસનમાં આવ્યા પછી તેમણે કેટલાક અંશે પાટીદાર આંદોલન કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ ના રહ્યા. તેમ છતાં વાઇબ્રન્ટ ગુજરાત અને અન્ય પ્રસંગે તે મોદીના ગુજરાતમાં ગુજરાતના એક આગવા મુખ્યમંત્રી તરીકે સફળ રહ્યા છે. સંધ બેકગ્રાઉન્ડથી આવેલા વિજય રૂપાણી અમિત શાહ અને નરેન્દ્ર મોદી વગર 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતને તમામ 26 સીટો પર જીત આપાવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની બેઠકથી જીત મેળવનાર અને ચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર વિજય રૂપાણી વિષે કેટલીક ખાસ અને રસપ્રદ વાતો વાંચો અહીં.

યુવા નેતા તરીકે શરૂઆત

યુવા નેતા તરીકે શરૂઆત

2 ઓગસ્ટ 1956ના રોજ જન્મેલા વિજય રૂપાણી ગુજરાતના એક જૈન વેપારી પરિવારથી આવે છે. વળી પાર્ટીમાં તે તેમની સાફ છબી માટે જાણીતા છે. ભણતર વિજય રૂપાણીએ બીએ એલએલબી કર્યું છે અને તેમણે પોતાના કેરિયરની શરૂઆત એક વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. 1971માં વિજય રૂપાણી સંધમાં જોડાયા. તે રાજકોટના વિધાયક પણ રહી ચૂક્યા છે અને તે બાદ ભાજપના મહાસચિવ અને રાજ્યસભાના સંસદ પણ રહી ચૂક્યા છે.

મોદી- શાહનો સાથ

મોદી- શાહનો સાથ

મોદી, શાહથી નજીકના માણસ ગણાય છે વિજય રૂપાણી. અને આ જ વાત તેમનો સૌથી મોટા પ્લસ પોઇન્ટ તે છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેના ફેવરેટ લિસ્ટમાં છે. વધુમાં તે યુવા કાર્યકર્તાઓમાં પણ સારા એવા પ્રસિદ્ધ છે. તેમની સ્વચ્છ છબી, મોહક વ્યક્તિત્વ અને વાત કરવાની છટા તેમને ગુણના લીધે જ તેમને ગુજરાતની ગાદી મળી છે તેમ મનાય છે.

પરિવહન મંત્રી

પરિવહન મંત્રી

તે વાત તો બધા જ જાણે છે કે આનંદીબેને જ્યારે તેમના કેબિનેટનું વિસ્તરણ કર્યું ત્યારે રૂપાણી પરિવહન મંત્રાલયની જવાબદારીઓ સોંપી હતી. 2014માં તેમણે વજુભાઇ વાળાની રાજકોટ પશ્ચિમની સીટ પરથી પેટા ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જીતી હતી. સાથે જ તે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગુજરાત રાજકારણથી પરીચિત તેવા વિજય રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન ગ્રાસ રૂટ લેવલ પર સારું એવું કામ કર્યું છે. અને તેમને ગુજરાત રાજકારણની સારી એવી સમજ પણ છે. જે તેમની આવી જ વાતો આજે તેમને ગુજરાતના નાથ બનાવ્યા છે.

છોડવા માંગતાં હતા રાજકારણ

છોડવા માંગતાં હતા રાજકારણ

જોકે રૂપાણીના નજીકના સંબંધીઓનું માનીએ તો વિજય રૂપાણીના પુત્રનું નિધન થયા બાદ તે રાજનીતિ છોડવા માંગતા હતા. પણ ત્યારે તમામ લોકોએ ભેગા થઇને તેમને સંભાળ્યા. નોંધનીય છે કે આજે પણ વિજય રૂપાણી તેમના મૃત પુત્રની યાદમાં એક ટ્રસ્ટ ચલાવે છે જે ગરીબ બાળકોના શિક્ષણ માટે કાર્ય કરે છે. વધુમાં તેમની એક પુત્રી છે જે લંડનમાં છે અને તેમનો બીજો દિકરો હાલ ભણે છે.

મોદી ઇમેજ

મોદી ઇમેજ

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજથી થોડા દૂર થઇને વિજય રૂપાણી ગુજરાતના લોકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યા છે. વળી બનાસકાંઠા પૂરમાં તેમણે કરેલા કામોને ગુજરાતની જનતાએ બિરદાવ્યા હતા. આનંદીબેન પછી આજે પણ કેન્દ્રના તમામ સૂચનો વિજય રૂપાણી જલ્દીથી અપનાવે છે તે પછી લાલ બત્તી નીકાળવાની વાત હોય કે વેટ હળવો કરવાની વાત. સિવિલમાં બાળકો મરવાની વાત હોય કે સ્વાઇન ફ્લૂ સીએમ રૂપાણી તમામ જગ્યાએ જાત તપાસ કરવા પહોંચી જાય છે. આ તમામ મહેનત શું તેમને ફરી એક વાર ગુજરાતના નાથ બનાવશે કે કેમ તે હવે જોવું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X