દેશની દીકરી પર રાજકારણ કરી રહી છે પાર્ટીઓ?

ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે લોકસભા સ્પીકર મીરા કુમાર પણ પીડિત પરિવારના ઘરે શોક વ્યક્ત કરવા ગઇ હતી. આવામાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું રાજનૈતિક પાર્ટીઓના માત્ર શોક વ્યક્ત કરવાથી જ આ સમસ્યાનું નિરાકરણ આવી જશે? કે પછી દેશને અન્ય કોઇ ઉપાયની જરૂર છે તેનાથી દેશની દીકરીઓ સુરક્ષિત રહી શકે? તેમને ન્યાય મળી શકે? કે પછી સમાજ તેમને માનની નજરે જુએ.
રાજકિય વિશ્લેષકો સ્પષ્ટપણે માને છે કે આ માત્ર એક રાજકીય સ્ટંટ છે. પોતાની રાજનીતિને ચમકાવવા માટે નેતાઓ મૃત પામેલી યુવતીના ઘરે જઇ રહ્યા છે. ક્યારેય નહી વિચાર્યું હોય તેવી ઘટના જે પરિવાર સાથે ઘટી ગઇ તે પરિવાર તેમની દીકરી ગુમાવ્યા બાદ એક જ આસ લગાવીને બેઠો હશે કે તેમને હવે એકલો મૂકી દેવામાં આવે. પરંતુ જે રીતે સતત રાજનૈતિક નેતાઓ મૃત યુવતીના ઘરે જઇ રહ્યા છે તેમ તેમના દુ:ખમાં વધારો થઇ રહ્યો છે. આના કારણે જે યુવતી અને તેના પરિવાર અંગે કોઇને ખબર નહી હોય તેમને પણ આ અંગે જાણ થઇ જશે.
બીજેપી નેતા લાલ કૃષ્ણ આડવાણીએ જણાવ્યું કે સરકાર કાનૂનમાં બદલાવ કરવાનું વિચારી રહી છે તેનું તેઓ સ્વાગત કરે છે. આ મામલાને બીજેપીએ સંસદના બંને ગૃહોમાં ઉઠાવ્યો છે. જ્યા સુધી વાત છે પ્રદર્શનકારીયોને પોલીસ દ્વારા હેન્ડલ કરવાની તો પોલીસને આ મામલે જણાવવું જોઇએ.












Click it and Unblock the Notifications
