શરમજનક હાર બાદ સોનિયાએ બોલાવી દિગ્ગજોની બેઠક

નવી દિલ્હી, 9 નવેમ્બર: ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસની હારની સાથે સાથે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની ઊંઘ ઉડાવી દીધી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી હારના કારણોને તપાસવામાં લાગી ગયા છે.

લોકસભા ચૂંટણીમાં વધારે સમય નથી બચ્યો અને 2014ના ફાઇનલથી પહેલા કોંગ્રેસ સંપૂર્ણ ધરાસાઇ થઇ ગઇ છે. આવામાં સોનિયા ગાંધીની ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે.

પાર્ટીની હાર પર મંથન માટે સોનિયાએ સાંજે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારના કારણોની સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે.

sonia gandhi
સૂત્રોની માનીએ તો આ બેઠકમાં પાર્ટીના રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીના પ્રભારી મહાસચિવોને પણ બોલાવ્યા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નિરાશા વ્યક્ત કરતા સોનિયા ગાંધીએ ગઇકાલે આની પર આત્મમંથન કરવાની વાત કરી હતી. આજે મળનારી બેઠકમાં એ જ આત્મમંથન કરવામાં આવશે.

નોંધનીય છે કે 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હીમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મિઝોરમમાં તેઓ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા છે. આવામાં પાર્ટીની શરમજનક હારથી સોનિયા ગાંધી અને રાહુલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિને લઇને ચિંતિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X