આખરે દિલ્હી MCD ચૂંટણીની જાહેરાત થઈ, 7 ડિસેમ્બરે મતદાન થશે, આ તારીખે રિઝલ્ટ!
લાંબા સમયથી દિલ્હી સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર વચ્ચે દિલ્હી MCD ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા હતા ત્યારે હવે આખરે ઈલેક્શન કમિશને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હી : લાંબા સમયથી દિલ્હી સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર વચ્ચે દિલ્હી MCD ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા હતા ત્યારે હવે આખરે ઈલેક્શન કમિશને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.

ઈલેક્શન કમિશને આજે ચૂંટણીની જાહેરાત કરી હતી. જાહેરાત અનુસાર, એમસીડી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે અને 7 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આ માટે ઈલેક્શન કમિશન 7 નવેમ્બરે જાહેરનામું બહાર પાડશે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે અને 19 નવેમ્બર સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે.
તમને જણાવી દઈએ કે, 68 નિર્વાચન ક્ષેત્રો દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવે છે. આમાંથી 42 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે 50 ટકા બેઠકો મહિલાઓ માટે પણ અનામત રહેશે. દિલ્હીમાં છેલ્લા 15 વર્ષથી MCD પર બીજેપીનું શાસન છે. એક તરફ બીજેપી સત્તા માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ દિલ્હીની આમ આદમી પાર્ટી કોઈપણ ભોગે સત્તા મેળવવા માટે મેદાનમાં ઉતરી છે.
દિલ્હી MCD ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યુ કે, મતદાન માટે 55000 થી વધુ EVM મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પણ NOTA રહેશે. આ ઉપરાંત બેલેટ પેપર પર ઉમેદવારોનો ફોટો પણ મુકવામાં આવશે. સફળ ચૂંટણી માટે 1 લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. 650થી વધુ રિટર્નિંગ ઓફિસર હશે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 250 સીટો છે. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 42 બેઠકો અનામત છે. જ્યારે 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. તમને જણાવી દઈએ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડના સીમાંકન બાદ કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરી 2022 સુધીમાં જે લોકો મતદાતા બન્યા છે તે જ લોકો MCD ચૂંટણીમાં મતદાન કરી શકશે.












Click it and Unblock the Notifications
