For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં મતદાન શરૂ, 1 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 5 મે: કર્ણાટકમાં ગત પાંચ વર્ષથી રાજ કરી રહેલી ભાજપને ફરી એકવાર તક મળશે, કે પછી કોંગ્રેસ બાજી મારી જશે? બની શકે કે કેજીપી, જેડીએસ, જેવા નાના પક્ષો મળીને એક મોટી બાજી મારી જાય. આ બધી પાર્ટીઓની કિસ્મત રવિવારે ઇવીએમમાં બંધ થઇ જશે. કર્ણાટકમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે, જેથી રાજ્યમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

Jagadish-Shettar

Update: 1:21 PM

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 11 વાગ્યા સુધી 18.9 ટકા મતદાન થયું છે. કર્ણાટક જનતા પાર્ટીના નેતા યેદિયુરપ્પાએ દાવો કર્યો હતો કે અમારી પાર્ટીને બહૂમત મળશે. જ્યારે ભાજપનું કહેવું છે કે તે બીજી વાર સત્તામાં આવશે. ભાજપ પોતાની શાખને બચાવવા માટે અને કોંગ્રેસ આઠ વર્ષ પછી સત્તામાં આવવા માટે જનતાને રિઝવવા માટે કોઇ કસર છોડશે નહી.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન એક ચરણમાં યોજાઇ રહ્યું છે. સુરક્ષા સધન વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં મતદાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. સુરક્ષા માટે લગભગ 1.35 લાખ પોલીસકર્મીઓ ગોઠવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણી માટે 4.36 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને સાંજે 7 વાગે પૂર્ણ કરવામાં આવશે. રાજ્યની કુલ 224 સીટોમાંથી 223 સીટો માટે મતદાન માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે.

રવિવારે બે કરોડથી વધુ મહિલા મતદારો સહિત ચાર કરોડથી વધુ મતદારો વિધાનસભામાં પોતાના પ્રતિનિધિને ચૂંટશે. ચૂંટણીમાં મતદારોની યાદી અને ઇલેક્ટ્રિક વોટિંગ મશીનોથી સજ્જ અઢી લાખથી વધુ મતદાનકર્મી રાજ્યમાં 52,034 મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. ખાસ કરીને ઉત્તરી અને તટીય વિસ્તારો સહિત રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે મતદાન સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 1 વાગ્યા સુધી 39 ટકા મતદાન થયું છે.

- પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રિય મંત્રી વીરપ્પા મોઇલીએ પોતાનું વોટીંગ કર્યું હતું. સવારથી જ મતદાન કેન્દ્રો પર ભારે ભીડ જામી ગઇ છે. મૌસમનું અનુમાન મુજબ સાંજે ચાર વાગે વરસાદ પડી શકે છે, જો કે લોકો સવારથી જ ઘરોમાં નિકળી પડ્યા છે.

- 225 સભ્યોવાળી વિધાનસભામાં 224 સભ્યોની પસંદગી થશે અને એક સભ્ય નામાંકન કરવામાં આવશે. રવિવારે 223 સીટો માટે મતદાન કરવામાં આવશે, કારણ કે મૈસૂર જિલ્લાની એક સીટ પર ભાજપના ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ કરવામાં આવી છે.

-શાંતિપૂર્ણરીતે મતદાન સંપન્ન કરવા માટે રવિવારે 130,000 સુરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવ્યાં છે. આ ચૂંટણીમાં 170 મહિલા ઉમેદવારો સહિત 2948 ઉમેદવારોમાંથી 1800થી વધુ ઉમેદવારો અપક્ષ કે નાના પક્ષોના છે.

English summary
Karnataka is ready for the pooling in all over the state for Assembly Elections. The security has been tightened in whole state for peaceful voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X