For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha Elections Live: બપોરે એક વાગ્યા સુધીમાં 39.24 ટકા મતદાન થયું

Lok Sabha Elections Live: બપોરે એક વાગ્યા સુધીમાં 39.24 ટકા મતદાન થયું

|
Google Oneindia Gujarati News

18 એપ્રિલના રોજ બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 લોકસભા સીટ પર મતદાન થશે. જે લોકસભા સીટ પર બીજા તબક્કામાં મતદાન થનાર છે તેમાં સૌથી વધુ તમિલનાડુની 38 અને કર્ણાટકની 14 સીટ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 8, બિહારની 5, મહારાષ્ટ્રની 10, ઓરિસ્સાની 5, આસામની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ અને કાશઅમીરની 2, મણિપુરની 1 અને પોંડીચેરીની 1 લોકસભા સીટ પર ગુરુવારે વોટિંગ થશે. આ ફેઝમાં યૂપીથી હેમા માલિની, રાજ બબ્બ અને એસપી સિંહ બઘેલ, જ્યારે તમિલનાડુમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિ, કનિમોઝી, કર્ણાટકથી વીરપ્પા મોઈલી જેવા કેટલાય વીવીઆઈપી ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે. ત્યારે બીજા તબક્કાના મતદાન વિશે પળેપળના અહેવાલ વાંચવા માટે બન્યા રહો વન ઈન્ડિયા ગુજરાતી સાથે...

lok sabha elections 2019

Newest First Oldest First
3:32 PM, 18 Apr

છત્તીસગઢ

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને તેના પરિવારે રાજનાંદગાંવ સંસદીય સીટ માટે વોટ નાખ્યો, બીજા તબક્કામાં છત્તીસગઢની 3 સીટ પર મતદાન
3:28 PM, 18 Apr

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીમાં મંગોલી કલાના ગ્રામીણોએ સિંચાઈ સુવિધાની કમીને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો, બૂથ સંખ્યા 41 પર કોઈ મત ન પડ્યો.
1:00 PM, 18 Apr

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના રાયગંઝથી સીપીએમ ઉમેદવાર મોમ્મદ સલીમના વાહન પર ઈસ્લામપુરમાં હુમલો, સીપીએમે હુમલા પાછળ ટીએમસીનો હાથ હોવાનો આોપ લગાવ્યો.
12:09 PM, 18 Apr

આસામ

આસામમાં સવારે 11 વાગ્યા સુધીમાં 26.39 ટકા અને છત્તીસગઢમાં 26.2 ટકા મતદાન, બીજા તબક્કામાં આસામની 5 અને છત્તીસગઢની 3 સીટ પર મતદાન
12:08 PM, 18 Apr

જમ્મુ અને કાશ્મીર

ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ શ્રીનગર સંસદીય ક્ષેત્રના મુંશી બાગ વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર નાખ્યો પોતાનો મત
12:06 PM, 18 Apr

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના નગીના સંસદીય ક્ષેત્રના ગજુપુરા વિસ્તારમાં 600 મતદાતાઓએ કર્યો મતદાનનો બહિષ્કાર, સૂચના મળવા પર જિલ્લા પ્રશાસનની ટીમ પહોંચી ગામ
10:20 AM, 18 Apr

તમિલનાડુ

તમિલનાડુમાં એએમએમકે પ્રમુખ ટીટીવી દિનાકરને ચેન્નઈ લોકસભા સીટના બસંત નગરમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ નાખ્યો.
10:20 AM, 18 Apr

બિહાર

બિહારના ભાગલપુરમાં પોલિંગ બૂથ નંબર 39 પર 90 વર્ષની વૃદ્ધ મહિલા ઉર્મિલા અને ઉષાએ પોલિંગ બૂથ પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
10:19 AM, 18 Apr

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં પોલિંગ બૂથ પર વોટ નાખવા પહોંચ્યા વરઘોડિયાં, બીજા તબક્કામાં જમ્મુ અને કાશ્મીરની 2 સીટ પર મતદાન
10:17 AM, 18 Apr

કર્ણાટક

કર્ણાટકમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને તેમની પત્ની અનીતા કુમારસ્વામીના દીકરા નીખીલ સાથે રામનગરમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ નાખ્યો.
9:57 AM, 18 Apr

તમિલનાડુ

તમિલનાડુમાં ડીએમકે મહાસચિવના અંબાઝગને ચેન્નઈ દક્ષિણ સંસદીય ક્ષેત્રમાં માયલાપુરના મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખ્યો.
9:38 AM, 18 Apr

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની 8 સીટ પર વોટિંગ ચાલુ, નગીનામાં 9 વાગ્યા સુધીમાં 11 ટકા વોટિંગ, અમરોહામાં 9 વાગ્યા સુધીમાં 10 ટકા વોટિંગ
9:37 AM, 18 Apr

ઓરિસ્સા

ઓરિસ્સામાં બોલનગીર લોકસભા સીટના બીથ નંબર 261 અને 263 પર ઈવીએમ ખરાબ થયું હોવાના કારણે થોડા સમય માટે મતદાન અટક્યું હતું, હવે ફરી શરૂ થઈ મતદાન પ્રક્રિયા.
9:36 AM, 18 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીની મથુરા લોકસભા સીટ પર ગોવર્ધન બ્લોકના ગંથોલી ગામમાં બૂથ નંબર 46 બહાર લોકોની લાંબી લાઈન, ઈવીએમ ખરાબ હોવાના કારણે મતદાન અટક્યું.
9:04 AM, 18 Apr

તમિલનાડુ

ચેન્નઈના અલવરપેટ કૉર્પોરેશન સ્કૂલમાં પોલિંગ બૂથ નંબર 27 પર કમલ હાસન અને તેમની દીકરી શ્રુતિ હાસને પોતાનો વોટ નાખ્યો.
9:02 AM, 18 Apr

કર્ણાટક

કર્ણાટકની બેંગ્લોર સેન્ટ્રલ સીટથી અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજે પોતાનો મત નાખ્યો, બીજા તબક્કામાં કર્ણાટકની 14 લોકસભા સીટ પર થઈ રહ્યું છે મતદાન
9:00 AM, 18 Apr

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની બીડ લોકસભામાં પાંચ જગ્યાથી ઈવીએમ અને વીવીપેટ ખરાબ થયાની ફરિયાદ મળી, ચૂંટણી પંચે મશીન બદલ્યાં, મતદાન ચાલુ.
8:58 AM, 18 Apr

પોંડીચેરી

પોંડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખ્યો, બીજા તબક્કામાં પોંડીચેરીની 1 લોકસભા સીટ પર થઈ રહ્યું છે મતદાન
8:52 AM, 18 Apr

બિહાર

બીજા તબક્કામાં બિહારની પાંચ લોકસભા સીટ પર સવારે 8 વાગ્યા સુધીમાં 5.73 ટકા મતદાન, પાંચેય સીટ પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થઈ રહ્યું છે મતદાન
8:29 AM, 18 Apr

ઉત્તર પ્રદેશ

લોકસભા ફતેહપુર સીકરીના બૂથ નંબર 54 પ્રાથમિક વિદ્યાલય નયાબાસમાં હજુ સુધી મતદાન શરૂ ન થઈ શક્યું. ઈવીએમ ખરાબ થવાથી મતદાતાઓમાં આક્રોશ
8:28 AM, 18 Apr

ઉત્તર પ્રદેશ

બૂથ નંબર 201 આગરા લોકસભા 18માં ઈવીએમ ખરાબ થતાં મતદાન શરૂ થવામાં પરેશાની
8:07 AM, 18 Apr

તમિલનાડુ

નલિની ચિદમ્બરમ, કાર્તિ દિદમ્બરમ, તેમની પત્ની શ્રીનિધિ રંગરાજને સિવગંગામાં કર્યો મતાધિકારનો ઉપયોગ
7:50 AM, 18 Apr

ઉત્તર પ્રદેશ

મથુરાના બૂથ નંબર 148 પર મતદાન શરૂ ન થયું, મતદાન શરૂ ન થવાથી મતદાતાઓમાં આક્રોષ
7:50 AM, 18 Apr

મોદીની અપીલ

બીજા તબક્કાના વોટિંગ માટે પીએમ મોદીએ ટ્વીટ કરી યુવાનોને વોટિંગ કરવા માટે અપીલ કરી.
7:48 AM, 18 Apr

આસામ

આસામના સિલચરમાં વીવીપેટ મશીન યોગ્ય રીતે કામ નથી રી રહ્યું, ઠીક કરવાના પ્રયાસ કરતા પોલિંગ અધિકારીઓ
7:25 AM, 18 Apr

તમિલનાડુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
6:59 AM, 18 Apr

કર્ણાટક

મતદાન માટે લોકોમાં ઉત્સુકતા, મતદાન કેન્દ્ર બહાર 7 વાગ્યેથી જ લાંબી લાઈનો લાગી ગઈ.
6:58 AM, 18 Apr

જમ્મુ અને કાશ્મીર

સુરક્ષિત મતદાનને ધ્યાનમાં રાખી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર અને અન્ય વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. આજે શ્રીનગર, ઉધમપુરમાં મતદાન થશે.
6:57 AM, 18 Apr

બિહાર

ભાગલપુરમાં મતદાન માટે આદર્શ મદાન કેન્દ્ર તૈયાર, અહીં 5 લોકસભા સીટ પર મતદાન તશે.
6:57 AM, 18 Apr

આસામ

આસામના નગાંવમાં મતદાન કેન્દ્રને ફુગ્ગાઓથી સજાવ્યું, અહીં આજે 14માંથી 5 લોકસભા સીટ પર મતદાન થશે.
READ MORE

English summary
polls held at 95 seat on second phase of lok sabha elections 2019, get live update here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X