પોરબંદર બોટ: કોંગ્રેસે કરી પાકિસ્તાનની મદદ- ભાજપ

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: પોરબંદરમાં કોસ્ટગાર્ડના ઓપરેશનને લઇને હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. ઓપરેશનને લઇને કોંગ્રેસે સરકાર પર શ્રેય લેવાનો સવાલ ઉઠાવ્યો હતો. જેની પર ભાજપે જોરદાર પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું છે કે ઓપરેશન પર સવાલ ઉઠાવીને કોંગ્રેસે પાકિસ્તાનની મદદ કરી છે. ભાજપ કહી રહી છે કે કોંગ્રેસ પાકિસ્તાનને 'ઓક્સિઝન' આપી રહી છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે 'દૂર્ભાગ્યપૂર્ણ દિવસ છે. એક તરફ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર હિન્દુસ્તાન પર કોઇ પણ આક્રમણને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તમામ પ્રકારની ધમકીઓ છતાં આ સરકાર દરેક શંકાસ્પદ આતંકી ગતિવિધિઓને જડબાતોડ જવાબ આપી રહી છે. પરંતુ કોંગ્રેસે તો હદ જ કરી દીધી છે. કોંગ્રેસે રાજનૈતિક સ્તરને નીચે લાવી દીધું છે. કોંગ્રેસ એટલી પડી ગઇ છે કે શંકાસ્પદ બોટ મામલામાં ભારત સરકાર પર જ સવાલ ઉઠાવી રહી છે.'

porbandar
તેમણે જણાવ્યું કે 'વેસ્ટ કોસ્ટગાર્ડ અને ગુપ્તચર એજન્સીની મહેનત અને ચોક્સાઇના કારણે આખા દેશે શાંતિની સાથે નવા વર્ષની ઉજવણી કરી. આ કાર્યવાહીમાં એક શંકાસ્પદ આતંકી હુમલાને રોકવામાં આવ્યા. હજી તપાસ ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસે જે સવાલ ઉઠાવ્યા તે પાકિસ્તાનને મદદ કરવા બરાબર છે. કોંગ્રેસ પાકિસ્તાનને 'ઓક્સિઝન' સપ્લાઇ કરી રહ્યું છે. શું રાષ્ટ્રીય સુરક્ષાને લઇને કોંગ્રેસને આ પ્રકારની અપરિપક્વતા બતાવવી જોઇએ? પરંતુ આવું પહેલી વાર નથી બન્યું. કોંગ્રેસે 26/11 મુંબઇ હુમલા દરમિયાન પણ આવા જ ઊંધા સીધા નિવેદનો આપ્યા હતા.

જોકે શનિવારે કોંગ્રેસના પ્રવક્તા ડો. અજય કુમારે પોરબંદરમાં ઓપરેશન પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે 'હજી સુધી ક્યાંય પણ કોઇ પણ પ્રકારની રિકવરી નથી થઇ. ક્યા પ્રકારની બોટ હતી, તેની પણ જાણકારી માત્ર કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવી છે. ઘણી જગ્યાએથી એવા સમાચાર આવ્યા છે કે આની જાણકારી ગુપ્તચર વિભાગ કે નૌકાદળને પણ ન્હોતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર શ્રેય લેવાના ચક્કરમાં ઉતાવળ કરી રહી છે. જાણી જોઇને મીડિયામાં સમાચારો લીક કરવામાં આવી રહ્યા છે જેથી શ્રેય લઇ શકાય. બોટમાં સ્મગલર પણ હોઇ શકે. તેની પર સરકારે જવાબ આપવો જોઇએ. '

અત્રે નોંધનીય છે કે પોરબંદરમાં શંકાસ્પદ બોટનો કાટમાળ શોધવા માટે જે કોસ્ટગાર્ડે ડે બોટને મોકલી હતી, તે પરત આવી ગઇ છે. પરંતુ હજી સુધી એ ખુલાશો નથી થઇ શક્યો કે બોટમાંથી શંકાસ્પદ કંઇ મળ્યું કે નહીં. નોંધનીય છે કે શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડે પોરબંદરથી 365 કિમી દૂર આંતરી લીધી હતી, ત્યારબાદ તેમાં સવાર લોકોએ બોટની સાથે ખુદને બ્લાસ્ટ કરી દીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X