દિલ્હી મેટ્રોના CCTVની મદદથી બની રહ્યા છે પોર્ન MMS અને પોર્ન વીડિયો

એક રિપોર્ટ અનુસાર મેટ્રો રેલમાં સુરક્ષા વ્યવસ્થાના નામે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ અશ્લીલ વી઼ડિયો અને એમએમએસ બનાવવામાં થઇ રહ્યો છે. આ વીડિયોને ખુલ્લેઆમ પોર્ન વેબસાઇટ પર મૂકવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 13 પોર્ન સાઇટ પર દિલ્હી મેટ્રોમાં બનાવવામાં આવેલા પોર્ન વીડિયો અને એમએમએસ મૂકવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રો સીસીટીવીના તમામ ફુટેજ જોવા અને તેને સુરક્ષિત રાખવાની જવાબદારી સીઆઇએસએફ અને ડીએમઆરસીના અધિકારીઓના હાથમાં છે. જો કે તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હી મેટ્રોમાં ટ્રાવેલ કરતા કપલ્સની અશ્લીલ હરકતોના 250થી વધારે એમએમએસ બની ચૂક્યા છે. છેલ્લા બે વર્ષમાં તેને જુદી જુદી પોર્ન સાઇટ પર અપલોડ કરાયા છે. આ વીડિયો અત્યાર સુધીમાં 1.5 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.
આવી સ્થિતિમાં એક પ્રશ્ન એ ઉઠે છે કે અતિ સુરક્ષિત માનવામાં આવતી મેટ્રો ટ્રેનના સીસીટીવી ફૂટેજમાંથી અશ્લીલ એમએંમએસ અને વીડિયો બનાવી કોણ તેને પોર્ન સાઇટ પર નાખી રહ્યું છે. આ અંગે તંત્રને કોઇ પ્રકારની માહિતી નથી.












Click it and Unblock the Notifications
