UP CM યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ વાયરલ, ફરિયાદ દાખલ
CM Yogi : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફેસબુક પર ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ટ્વિટ વયરલ થતાં જ ઉત્તર પ્રદેશ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.
ઉત્તર પ્રદેશ પોલીસે આ અંગે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમન રઝા નામના વ્યક્તિએ ફેસબુક પર એક મેસેજ પોસ્ટ કર્યો છે. આ મેસેજમાં અમન રઝા દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છે.

આ સ્ક્રીનશોટને ટેગ કરીને, ટ્વિટર એકાઉન્ટ નીતિન તોમર ટીમ બજતે રહો મુખ્યમંત્રી, ડીજીપી અને અન્ય અધિકારીઓને ટ્વીટ કર્યું હતું. એસઆઈ વિનોદ કુમાર દ્વારા કોતવાલીમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોતવાલી પ્રભારી એમએસ ગિલ કહે છે કે, કેસની તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અમન રઝા બાગપતનો રહેવાસી નથી.












Click it and Unblock the Notifications
