For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્મ પુરસ્કારોની જાહેરાત, CDS જનરલ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણ!

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત અને ભાજપના દિવંગત નેતા કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.

padma vibhushan

આ સિવાય કલા માટે પ્રભા અત્રે, સાહિત્ય અને શિક્ષણ માટે રાધેશ્યામ ખેમકા (મરણોત્તર), સિવિલ સર્વિસ માટે જનરલ બિપિન રાવત અને કલ્યાણ સિંહને જન કલ્યાણના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી બદલ 128 લોકોને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

આ હસ્તીઓને પદ્મભૂષણથી સન્માનિત કરાશે.
ગુલામ નબી આઝાદ - જાહેર બાબતો
વિક્ટર બેનરજી - આર્ટ
ગુરમીત બાવા (મરણોત્તર) - કલા
બુદ્ધદેવ ભટ્ટાચારજી - જાહેર બાબતો
નટરાજન ચંદ્રશેખરન - વેપાર અને ઉદ્યોગ
કૃષ્ણ એલા અને સુચિત્રા એલા - વેપાર અને ઉદ્યોગ
મધુર જાફરી - રસોઈ
દેવેન્દ્ર ઝાઝરીયા - રમતગમત
રાશિદ ખાન - આર્ટ
રાજીવ મેહર્ષિ - સિવિલ સર્વિસ
સત્ય નંડેલા - વેપાર અને ઉદ્યોગ
સુંદર પિચાઈ - વેપાર અને ઉદ્યોગ
સાયરસ પૂનાવાલા - વેપાર અને ઉદ્યોગ
સંજય રાજારામ (મરણોત્તર) - વિજ્ઞાન અને એન્જિનિયરિંગ
પ્રતિભા રે - સાહિત્ય અને શિક્ષણ
સ્વામી સચ્ચિદાનંદ - સાહિત્ય અને શિક્ષણ
વશિષ્ઠ ત્રિપાઠી - સાહિત્ય અને શિક્ષણ

આ સિવાય 107 લોકોને પદ્ધશ્રી સન્માનથી સન્માનવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી ડૉ. લતા દેસાઈને મેડિસિન ક્ષેત્રે. માલજીભાઈ દેસાઈને પબ્લિક અફેયર્સ, ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણ, સવજી ધોળકિયાને સામાજિક કાર્યો માટે, જયંતકુમાર વ્યાસને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે અને રમિલાબહેન ગામિતને સામાજિક કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યુ. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે 73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશ અને વિદેશમાં વસતા સૌ ભારતવાસીઓને શુભેચ્છાઓ આપી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે. વિશ્વ સમુદાયે અભૂતપૂર્વ આફતનો સામનો કર્યો છે. નવા સ્વરૂપોમાં આ વાયરસ નવી કટોકટી રજૂ કરી રહ્યો છે. હું એ કહેતા ગર્વ અનુભવું છું કે અમે કોરોના સામે અસાધારણ નિશ્ચય અને કાર્ય ક્ષમતા દર્શાવી છે. માનવ સમુદાયને ક્યારેય એકબીજાની મદદની એટલી જરૂર પડી નથી જેટલી આજે છે.

English summary
Posthumous Padma Vibhushan to CDS General Bipin Rawat and Kalyan Singh, announcement of Padma Awards!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X