For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 16 રાજ્યોમાં 2-10 કલાક સુધી વિજળી કાપ, દિલ્લીમાં બંધ થઈ શકે છે મેટ્રો

દેશભરમાં અત્યંત ભીષણ ગરમીના કારણે વિજળીની માંગ વધી રહી છે જેના કારણે દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં અત્યંત ભીષણ ગરમીના કારણે વિજળીની માંગ વધી રહી છે જેના કારણે દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે 16 રાજ્યોમાં 10 કલાક સુધી વિજળી કાપ મૂકવાનો શરુ થઈ ગયો છે. સરકારી રેકૉર્ડ મુજબ દેશભરમાં 10 હજાર મેગાવૉટ એટલે કે 15 કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે પરંતુ વિજળીની કમી વાસ્તવમાં ઘણી વધુ છે. વળી, વિજળી કાપની અસર હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પણ થવા લાગી છે.

jain

કોલસાની કમીના કારણે ઘેરાતા સંકટ વચ્ચે દિલ્લી સરકારે મેટ્રો અને હોસ્પિટલો સહિત રાજધાનીની સરકારી હોસ્પિટલો સહિત ઘણી જરુરી સંસ્થાઓને 24 કલાક વિજળી પુરવઠામાં અસમર્થતા વ્યક્ત કરી છે. દિલ્લીના વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈને સ્થિતિની સમીક્ષા કરવા માટે ગુરુવારે એક ઈમરજન્સી બેઠક કરી. સાથે જ કેન્દ્રને પત્ર લખ્યો અને અનુરોધ કર્યો કે તે રાષ્ટ્રીય રાજધાનીને વિજળી પુરવઠો આપતા પાવર પ્લાન્ટને પૂરતા કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે.

દિલ્લીના વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે દાદરી-2 અને ઉંચાહાર વિજળી સ્ટેશનોથી વિજળીનો પુરવઠો બાધિત થઈ શકે છે. હાલમાં દિલ્લીમાં વિજળીની 25-30% માંગ આ વિજળી સ્ટેશનોથી જ પૂરી કરવામાં આવી રહી છે. આ સ્ટેશનોમાં છેલ્લા અમુક દિવસોથી કોલસાની કમી છે. એવામાં મુશ્કેલી વધી શકે છે. આ તરફ એકલા ઉત્તર પ્રદેશમાં જ 3000 મેગાવૉટથી વધુની કમી છે. ત્યાં 23 હજાર મેગાવૉટ વિજળીની માંગ છે જ્યારે સપ્લાય 20 હજાર મેગાવૉટ છે. વિજળી કાપનુ મુખ્ય કારણ દેશના એક ચતુર્થાંશ વિજળી પ્લાન્ટ્સનુ બંધ થવુ છે. આમાંથી 50% પ્લાન્ટ કોલસાની કમીના કારણે બંધ છે.

દિલ્લી જ નહિ દેશના ઘણા રાજ્યોમાં વિજળી સંકટ વધવાની સંભાવના વધી ગઈ છે. ભીષણ ગરમી અને કોલસાની કમીના કારણે દેશના ઘણા રાજ્યોમાં વિજળી સંકટ છે. પાવર પ્લાન્ટ્સમાં ઓછા ઉત્પાદન વચ્ચે રાજ્ય ભારે માંગને પૂરી કરવા માટે ઝઝૂમી રહ્યા છે. દેશમાં વિજળીની કુલ કમી 62.3 કરોડ યુનિટ સુધી પહોંચી ગઈ છે. આની પાછળ કોલસાની કમીને માનવામાં આવી રહી છે. દેશમાં પાવર પ્લાન્ટ્સનો ભંડાર છેલ્લા નવ વર્ષોમાં સૌથી ઓછો છે. જે રાજ્યો કે વિસ્તારોમાં હવામાન તરફથી મહત્તમ તાપમાન વધવાની ચેતવણી આપવામાં આવી છે ત્યાં વિજળીની માંગમાં પણ વધારો થવાની સંભાવના છે.

English summary
Power cut for 2-10 hours in 16 states of the country, Metro may be closed in Delhi, One Fourth power plants are closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X