પ્રદ્યુમ્ન મર્ડર કેસ : જુવેનાઇલ જસ્ટિસ બોર્ડનો ચોંકવનારો આદેશ

Written By:
Subscribe to Oneindia News

ગુરુગ્રામના રાયન આંતરાષ્ટ્રીય સ્કૂલના સાત વર્ષીય બાળક પ્રદ્યુમ્નની હત્યા મામલે ગુરુગ્રામના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે કહ્યું છે કે આ મામલે 11માં ધોરણમાં ભણતા આરોપી વિદ્યાર્થીને પુખ્તવયનો માનવામાં આવે. પ્રદ્યુમ્ન પરિવાર અને તેમના વકીલ સુશીલ ટેકરીવાલે આ મામલે જાણકારી આપી હતી. હવે આ કેસમાં આરોપી પર પુખ્તવયના આરોપી જેવા જ ચાર્જ લાગશે. 22 ડિસેમ્બરે જિલ્લા અને સત્ર ન્યાયલય જુવેનાઇલ બોર્ડના આ નિર્ણય પછી આ અંગે સુનવણી કરશે. જો કે આ મોટા નિર્ણય પછી પ્રદ્યુમ્નના પિતા વરુણ ઠાકુરે કોર્ટને આભાર વ્યક્ત કર્યો છે.

Pradyuman

તેમણે કહ્યું કે મને ખબર છે કે આ એક લાંબી યાત્રા છે. પણ હું મારા બાળકને ન્યાય આપવા માટે છેલ્લે સુધી લડતો રહીશ. અને આ લડાઇ મારા એકલાના પુત્રની નથી આ લડાઇ બીજા બાળકો માટે પણ છે. નોંધનીય છે કે ગત 8 સપ્ટેમ્બરે ગુરુગ્રામના ભોંડસી સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બીજી કક્ષામાં ભણતા પ્રદ્યુમ્નની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. 7 વર્ષના પ્રદ્યુમ્નની હત્યા મામલે સીબીઆઇ તપાસમાં 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ યુવક સગીર હોવાના કારણે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં આ કેસ ગયો હતો. જ્યાંથી આ મોટા નિર્ણય પછી હવે કોર્ટમાં આ કેસની સુનવણી આગળ વધશે

English summary
Pradyuman Murder Case: Juvenile Justice Board, Gurugram transferred the case to District And Sessions Court.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.