For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેમંત કરકરે પછી પ્રજ્ઞા ઠાકુરે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામા છે. ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેઓ બાબરી મસ્જિદ પર ચઢ્યા હતા અને તેને તોડવામાં મદદ પણ કરી હતી. તેમને કહ્યું કે અમે મંદિરની નિર્માણ કરાવીશુ. પ્રજ્ઞા ઠાકુરના આ વિવાદિતે નિવેદન પર કાર્યવાહી કરતા તેમને નોટિસ આપવામાં આવી છે. તેની સાથે સાથે ચૂંટણી પંચ ઘ્વારા તીખી ટિપ્પણી કરતા જણાવવામાં આવ્યું કે વારંવાર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ નેતાઓ પર મોટી કાર્યવાહી થઇ શકે છે.

Pragya Singh Thakur

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા હવે મંદિર નિર્માણ માટે પણ તેઓ ઉપર ચઢીને બનાવશે. ચૂંટણી પંચ દ્વારા ઠાકુરના આ નિવેદનને ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાન્તા રાવે પ્રજ્ઞા ઠાકુરને ચેતવણી આપી છે. તેમજ વિવિધ રાજકીય પક્ષોને પણ ચેતવણી આપી છે કે તેઓ આવા વિવાદાસ્પદ નિવેદનો નહીં આપે. ચૂંટણી આયોગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તેઓ વારંવાર આવા નિવેદનો આપશે, તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવા અંગે બોલ્યા પીએમ મોદી, સોનિયા-રાહુલ પણ જામીન પર છે

આપને જણાવી દઈએ કે ભોપાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ટીવી ચેનલ સાથે ઇન્ટરવ્યૂમાં તેમને આ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે રામ મંદિર ચોક્કસ બનશે અને તે ખુબ જ ભવ્ય હશે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે મંદિર ક્યાં સુધીમાં બનશે ત્યારે તેમને જણાવ્યું કે મંદિર બનશે કારણકે અમે મસ્જિદ તોડવા માટે પણ ગયા હતા. ચૂંટણી પંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને વારંવાર એકબીજા સામે વિવાદિત નિવેદનની ફરિયાદો મળી રહી છે. ચૂંટણી આયોગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તેઓ વારંવાર આવા નિવેદનો આપશે, તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: કોણ હતા IPS ઓફિસર હેમંત કરકરે, તેમણે કેવી રીતે ઉકેલ્યો માલેગાંવ બ્લાસ્ટ કેસ

English summary
Pragya Thakur gives another controversial remark says she will built the Ram Temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X