For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપવા અંગે બોલ્યા પીએમ મોદી, સોનિયા-રાહુલ પણ જામીન પર છે

માલેગાંવ બ્લાસટ કેસના આરોપી પ્રજ્ઞા ઠાકુર વિશે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યુ છે જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો અને સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

ભાજપે લોકસભા ચૂંટણીમાં ભોપાલ સીટથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. આ અંગે વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ છે. પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. આ કેસમાં વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યુ છે જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો અને સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ.

‘હિંદુ સંસ્કૃતિને આતંકવાદી કહેનારાને જવાબ છે સાધ્વીની ઉમેદવારી'

‘હિંદુ સંસ્કૃતિને આતંકવાદી કહેનારાને જવાબ છે સાધ્વીની ઉમેદવારી'

પીએમ મોદીએ કહ્યુ કે ભોપાલના ઉમેદવાર (સાધ્વી પ્રજ્ઞા ઠાકુર) એ બધા માટે સાંકેતિક જવાબ છે જે હિંદુ સંસ્કૃતિને ‘આતંકવાદી' કહે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ કોંગ્રેસને મોંઘુ પડવાનું છે. વાસ્તવમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના એક વિવાદિત નિવેદન પર શનિવારે રાજકારણ ગરમાયુ હતુ. સાધ્વી પ્રજ્ઞાએ ગુરુવારે 26/11 મુંબઈ હુમલામાં શહીદ હેમંત કરકરે વિશે વિવાદિત નિવેદન આપ્યુ અને કહ્યુ હતુ કે હેમંત કરકરેનું મોત તેમના શ્રાપના કારણે થયુ. આ નિવેદન વિશે તમામ દળોએ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

સોનિયા અને રાહુલ પણ જામીન પર - પીએમ મોદી

સોનિયા અને રાહુલ પણ જામીન પર - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે જે લોકોને અદાલતે દોષી ગણાવ્યા છે, લોકો તેમની પાસે જાય છે અને તેમને ગળે લગાવે છે. એવા લોકોને જેલમાં મળવા જાય છે, હોસ્પિટલ શિફ્ટ કરવા પર પણ લોકો તેમને મળવા જાય છે. પીએમ મોદીએ કહ્યુ કે શું અમેઠી (રાહુલ ગાંધી) અને રાયબરેલી (સોનિયા ગાંધી) ના જે ઉમેદવારો જામીન પર બહાર છે તેમને સવાલ ન પૂછવા જોઈએ. ભોપાલના ભાજપના ઉમેદવાર જામીન પર બહાર છે અને ચૂંટણી લડી રહ્યા છે તો હોબાળો થઈ ગયો છે.

પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ પર નિશાન

પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ પર નિશાન

ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી. તેમણે કહ્યુ કે જ્યારે સાધ્વી પ્રજ્ઞાને જેલમાં ટૉર્ચર કરવામાં આવી રહી હતી તે વખતે કોઈએ અવાજ ન ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ કહાનીઓ બનાવતી રહે છે. તે એક વસ્તુ ઉઠાવે છે, તેમાં કંઈક મિલાવે છે, ત્યારબાદ સ્ટોરીમાં એક ખલનાયકને નાખે છે અને ખોટો પ્રચાર કરે છે. તેમણે કહ્યુ કે જસ્ટીસ લોયાનું સામાન્ય મોત થયુ પરંતુ તેમણે (કોંગ્રેસ) આની પણ કહાની બનાવી લીધી.

સિખ વિરોધી તોફાનો માટે કોંગ્રેસને ઘેરી

સિખ વિરોધી તોફાનો માટે કોંગ્રેસને ઘેરી

1984ના સિખ વિરોધી હુલ્લડોનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યુ કે1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર (રાજીવ ગાંધી) એ કહ્યુ હતુ કે જ્યારે મોટુ વૃક્ષ પડે ત્યારે ધરતી હલે છે. ત્યારબાદ હજારો સિખોની કત્લેઆમ થઈ. શું તે આતંકવાદ નહોતો. શું તે અમુક લોકોનો ટેરર નહોતો. પરંતુ રાજીવ ગાંધીના પ્રધાનમંત્રી બન્યા બાદ લોકોએ તેમને ક્યારેય ન પૂછ્યુ.

આ પણ વાંચોઃ 'યે ઉન દિનો કી બાત હે' ફેમ નૈનાના આ રેડ હૉટ ફોટા થયા લીક, શું તમે જોયા?આ પણ વાંચોઃ 'યે ઉન દિનો કી બાત હે' ફેમ નૈનાના આ રેડ હૉટ ફોટા થયા લીક, શું તમે જોયા?

English summary
PM Modi says-ticket to Pragya Thakur is a Symbolic Answar to those who coined Hindu Terror
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X