For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ભાજપના પ્રમુખ તરીકે પ્રહલાદ જોશીની નિમણૂંક

|
Google Oneindia Gujarati News

prahlad-joshi-loksabha-mp
બેંગલોર, 23 માર્ચ : કર્ણાટકમાં 5 મેના રોજ આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓની સ્થિતિમાં પક્ષનું સૂકાન સંભાળી શકવાની અઘરી જવાબદારી પક્ષે શનિવારે લોકસભા સાંસદ પ્રહલાદ જોશીને સોંપી છે. તેમણે શનિવારે કર્ણાટક ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સ્વીકારતા સમયે કબુલ કર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલાક મતભેદોને પગલે પક્ષની છબી ખરડાઇ છે.

આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ સેટ્ટાર અને પ્રહલાદ જોશીએ જણાવ્યું કે પાર્ટી ફરી સત્તામાં આવી શકે તે માટે પાર્ટીમાં સંપ લાવવાની જરૂર છે. આમ કરીને ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારને મ્હાત કરવાની અનુકૂળતા ઉભી થશે.

સંઘમાંથી આવતા 50 વર્ષીય પ્રહલાદ બીજીવાર સાંસદ બન્યા છે. કર્ણાટક ભાજપના પ્રમુખ પદની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી ડીવી સદાનંદ ગૌડા, મેંગલોરના સાંસદ નલિન કુમાર કાતીલ અને પ્રધાન ગોવિંદ એમ કર્જોલને પાછળ છોડીને તેઓ આગળ આવ્યા છે.

આ મહિનાની શરૂઆતમાં ઉપ મુખ્યમંત્રી કે એસ ઇશ્વારપાએ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યા બાદ જોશી તેમના અનુગામી બન્યા છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે આગામી ચૂંટણી પાર્ટી સોબર ટીમ અને લીડરશિપના નેતૃત્વમાં લડશે. શેટ્ટારે આ પ્રસંગે પાર્ટી ફરી સત્તામાં આવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વ કરનારું કોઇ નથી આ કારણે ભાજપની સ્થિતિ વધારે સારી છે.

English summary
Prahlad Joshi takes over as Karnataka BJP chief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X