Video: પ્રકાશ રાજે રામલીલાની તુલના ચાઈલ્ડ પૉર્ન સાથે કરી ઘેરાયા

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રકાશ રાજે રામલીલા વિશે વાત કરે છે અને આ દરમિયાન તે આની તુલના ચાઈલ્ડ પૉર્ન સાથે કરી દે છે.

ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે પોતાના નિવેદનના કારણે વિવાદમાં ઘેરાઈ ગયા છે. વાસ્તવમાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રકાશ રાજે રામલીલા વિશે વાત કરે છે અને આ દરમિયાન તે આની તુલના ચાઈલ્ડ પૉર્ન સાથે કરી દે છે જેના કારણે તેની ટીકા થઈ રહી છે. પ્રકાશ રાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના કારણે લોકો તેમની ટીકા કરી રહ્યા છે. પ્રકાશ રાજે રામલીલા દરમિયાન રામ, લક્ષ્મણ અને સીતાને હેલીકોપ્ટર પર આવવાને નાટક ગણાવીને કહ્યુ કે આ આપણી સંસ્કૃતિ નથી અને આ સ્વીકાર્ય નથી.

આ આપણી સંસ્કૃતિ નથી

આ આપણી સંસ્કૃતિ નથી

મને આ બિલકુલ સારુ નથી લાગતુ કે હેલીકોપ્ટર પુષ્ખ વિમાન છે, રામ-લક્ષ્મણ અને સીતા આવી રહ્યા છે, મુંબઈથી ત્રણ મૉડલ મેકઅપમાં આવી રહ્યા છે. તમે તેને નમસ્કાર કરી રહ્યા છે, એક આઈએએસ અધિકારી હાથમાં દંડો રાખીને ઘંટ વગાડી રહ્યા છે, મને આ સ્વીકાર્ય નથી. આના પર જ્યારે એંકરે કહ્યુકે તમે આના પર રાજી ના હોય તો શું, લોકો આને સ્વીકાર કરી રહ્યા છે અને આના પર મત આપી રહ્યા છે. જેના જવાબમાં પ્રકાશ રાજે કહ્યુ, તો શું લોકો મત આપી રહ્યા છે તો છોડી દે એને, બાળકો પૉર્ન જોતા હોય તો શું તમે એને છોડી દો છો.

આ તુષ્ટિકરણ છે

આ તુષ્ટિકરણ છે

પ્રકાશ રાજે કહ્યુ કે આ તુષ્ટિકરણ છે, આ સમાજ માટે ખતરનાક છે. આના દ્વારા લઘુમતીઓમાં ડર પેદા કરવામાં આવી રહ્યોછે. હું આનાથી સહજ નથી. હું આ વાતને સમજી શકુ કે આ લોકો મંદિરની અંદર જાય છે, મૂર્તિ પૂજા કરે છે, આ આપણી સંસ્કૃતિ છે. પરંતુજનતા વચ્ચે આ લોકો જઈને નાટક કરે છે. મને ખબર છે કે સંસ્કૃતિ શું છે અને શું નથી. તેમણે કહ્યુ કે રામ, લક્ષ્મણ અને સીતાને હેલીકોપ્ટરથી લાવવા અને નીચે ઉતારવા મારી સંસ્કૃતિ નથી જેના આ લોકો કહે છે કે તે પુષ્પક વિમાનથી આવી રહ્યા છે.

યુઝરે કરી ટીકા

પ્રકાશ રાજની ટીકા કરીને એક યુઝરે લખ્યુ કે મને એ નથી સમજમાં આવતુ કે દર્શકો કેમ આવી રીતે શાંત બેસી રહ્યા અને આ રીતનો બકવાસ સાંભળી લીધો. આ માણસ એકદમ મૂર્ખ છે. આ સંસ્કૃતિ પર જ્ઞાન આપી રહ્યો છે કે તેના માટે શું સંસ્કૃતિ છે, રામલીલાની તુલના બાળકો દ્વારા પૉર્ન જોવા સાથે કરે છે અને હિંદુ દર્શક આને શાંતિથી સાંભળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X