For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં આવ્યો થોડો સુધારો, હજુ પણ કોમામાં

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં શનિવારે થોડો સુધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં શનિવારે થોડો સુધારો જોવા મળ્યો છે. દિલ્લીની કેન્ટ સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ તરફથી શનિવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનુ મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યુ. જેમાં જણાવવામાં આવ્યુ છે કે તેમને કિડની ઈન્ફેક્શનમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. તે કોમામાં છે અને હજુ પણ વેન્ટીલેટર પર છે. તે હેમોડાયનેમિક રીતે સ્થિર છે.

Pranab Mukherjee

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યુ કે પ્રણવ મુખર્જીની દેખરેખ ચાલી રહી છે અને તેમના ફેફસામાં સંક્રમણનો ઈલાજ પણ ચાલુ છે. તેમના ફેફસાના માપદંડોમાં સુધારો થયો છે પરંતુ હજુ પણ તે કોમામાં છે અને વેન્ટીલેટર પર જ છે. તે હિમોડાયનામિકલી સ્થિર છે. હિમોડાયનામિકલીનો અર્થ બ્લડપ્રેશર, હાર્ટ અને પલ્સ રેટ સ્થિર અને સામાન્ય હોવી. 10 ઓગસ્ટથી ક્રિટિકલ બ્રેઈન સર્જરી બાદ પ્રણવ મુખર્જી ઉંડા કોમાની સ્થિતિમાંછે. તેમને 10 ઓગસ્ટે આર્મીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં સર્જરી બાદ તેમને બ્રેઈનમાં ક્લૉટ કાઢવામાં આવ્યુ હતુ ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

હોસ્પિટલમાં ભરતી કરાવવા સમયે તે કોવિડ-19થી પણ સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને શ્વાસ સંબંધી સંક્રમણ થઈ ગયુ હતુ. આ પહેલા શુક્રવારે મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ હતુ કે પ્રણવ મુખર્જી ઉંડા કોમામાં છે અને હજુ પણ તે વેન્ટીલેટર પર છે. ફેફસામાં સંક્રમણ અને ફેફસાની સમસ્યા માટે તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે 2012થી 2017 સુધી પદ પર રહ્યા. તે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક માનવામાં આવે છે.

સુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાની-દીપેશ સાવંત બનશે સરકારી સાક્ષીસુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાની-દીપેશ સાવંત બનશે સરકારી સાક્ષી

English summary
Pranab Mukherjee, Former President renal parameters have improved, treated for lung infection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X