For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો નહિ, સ્થિતિ નાજુક, વેંટીલેટર સપોર્ટ પર

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં પાંચમાં દિવસે પણ સુધારો નથી દેખાઈ રહ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં પાંચમાં દિવસે પણ સુધારો નથી દેખાઈ રહ્યો. હજુ પણ તેની સ્થિતિ નાજુક છે અને તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. પ્રણવ મુખર્જી છેલ્લા છ દિવસોથી દિલ્લીના આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભરતી છે. આજે(શનિવારે) સવારે ડૉક્ટરોએ જણાવ્યુ કે પ્રણવ મુખર્જીની તબિયત સતત નાજુક થઈ રહી છે. તમામ કોશિશો છતાં કોઈ સુધાર નથી. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની તબિયતનુ નિરીક્ષણ કરી રહી છે.

pranab mukharjee

10 ઓગસ્ટે પ્રણવ મુખર્જીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ માથામાં લોહી જામી ગયુ હતુ જેના કારણે તેમની ઈમરજન્સીમાં સર્જરી કરવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલમાં તમામ નિરીક્ષણ છતાં તેમની તબિયત બગડી રહી છે અને સતત તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. રૂટીન તપાસ દરમિયાન તેમને કોરોના સંક્રમિત હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદતેમના જ ટ્વિટર હેન્ડલથી તેમના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપવામાં આવી હતી.

હાલમાં જ પ્રણવ મુખર્જીના મોત વિશે પણ અફવા ફેલાઈ હતી ત્યારબાદ પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ તેમના વિશે આ પ્રકારના સમાચારોને ફગાવીને કહ્યુ કે તેમના પિતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જીવિત છે અને હાલમાં કૃત્રિમ રીતે તેમના સ્વાસ્થ્યને સ્થિર રાખવામાં આવી રહ્યુ છે. પ્રણવ મુખર્જી ભારતીય રાજનીતિનુ મોટુ નામ રહ્યા છે. તે ઘણી વાર કેન્દ્રીય મંત્રી અને બીજા મોટા પદો પર રહ્યા. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ પણ રહ્યા. ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવામાં આવ્યુ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે.

પોતાના ફ્લેટની EMI સુશાંત ભરતો હોવા વિશે અંકિતાનો ખુલાસોપોતાના ફ્લેટની EMI સુશાંત ભરતો હોવા વિશે અંકિતાનો ખુલાસો

English summary
Pranab Mukherjee health condition remains unchanged He continues to be on ventilatory support
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X